નર્મદા મૈયા બ્રિજપરથી યુવતીએ લગાવી મોતની છલાંગ
સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને સતત નર્મદા નદીમાં (Narmada River) ધસ મસ્તો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તેમાંય નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. પાણીના પ્રવાહમાં ડૂબી રહેલી યુવતીને સ્થાનિક સામાજિક કાર્યકરની નજર પડતા તેણે બુમા બુમ કરી મુકતા બોટ સંચાલકોએ પાણીના પ્રવાહ વચ્ચે પણ યુવતીને હેમખેમ બહાર કાઢી, સારવાર અર્થે સિવિલ હà
સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને સતત નર્મદા નદીમાં (Narmada River) ધસ મસ્તો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તેમાંય નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. પાણીના પ્રવાહમાં ડૂબી રહેલી યુવતીને સ્થાનિક સામાજિક કાર્યકરની નજર પડતા તેણે બુમા બુમ કરી મુકતા બોટ સંચાલકોએ પાણીના પ્રવાહ વચ્ચે પણ યુવતીને હેમખેમ બહાર કાઢી, સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
ભરૂચમાં (Bharuch) બપોરના સમય નર્મદા મૈયા બ્રિજ (Naemada Maiya Bridge) ઉપરથી અજાણી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. યુવતી મોતની છલાંગ લગાવ્યા બાદ ધસ મસ્તા પાણીના પ્રવાહમાં તણાઈ રહી હતી તે વેળા બુમા બુમ કરી મૂકી હતી યુવતી ધસ મસ્તા પાણીના પ્રવાહમાં તણાઈ રહી હતી અને બૂમાબૂમ કરી રહી હતી. તે વેળા કોવિડ સ્મશાન ઉપર રહેલા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની નજર પડતા તેણે યુવતીને બચાવવા માટે બોટ સંચાલકોને બૂમો પાડી જાણ કરી હતી.
જેના પગલે ધસ મસ્તા પાણીના પ્રવાહમાં તણાઈ રહેલી યુવતીને બચાવવા માટે બોટ સંચાલકોએ પણ તનતોડ મહેનત કરી હતી અને ધસ મસ્તા પાણીના પ્રવાહમાંથી યુવતીને બચાવવા માટે દોટ મૂકી હતી અને યુવતીને બચાવી કિનારે લાવ્યા હતા યુવતીએ વધુ પ્રમાણમાં પાણી આરોગી લીધું હોવાના કારણે તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવી હતી
યુવતીને બચાવવાનું લાઈવ દ્રશ્ય વીડિયોમાં કેદ કરાયું..
નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ (Suicide) લગાવેલી યુવતીને નર્મદા નદીના ધસ મસ્તા પાણીના પ્રવાહમાંથી બોટ સંચાલકોએ જીવના જોખમે બચાવી હતી અને આ સમગ્ર લાઈવ દ્રશ્ય પણ મોબાઈલ વિડિયોથી કેદ કરવામાં આવ્યું હતું નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વારંવાર મોતની છલાંગ લગાવાની ઘટનાઓ બાદ પણ તંત્ર દ્વારા સુરક્ષા ગ્રીલ લગાવવામાં આવતી નથી ત્યારે નર્મદા નદીમાં ધસ મસ્તા પાણીના પ્રવાહ વચ્ચે પણ યુવતીને બચાવી સારવારથી ખસેડાય હતી
યુવતીએ અંગત કારણોસર આપઘાત કરવા મોતની છલાંગ લગાવી હોવાનું રટણ કર્યું..
નર્મદાના વહાણમાંથી બચાવેલી યુવતીને નદીના કિનારે લાવતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેની પૂછપરછ કરતા તેણીએ મોતની છલાંગ કેમ લગાવી તે અંગે તેણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. ટૂંકમાં અંગત કારણોસર મોતની છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે
Advertisement