Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિદેશ મંત્રીની સ્પષ્ટ વાત 'કમાણી ઓછી છે, જરૂરીયાત વધારે એટલે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું યથાવત રાખીશું'

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ફરી એકવાર મોસ્કો પહોંચી ગયા છે.આ દરમિયાન તેઓ તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ લવરોવને મળ્યા અને યુક્રેન યુદ્ધને લઈને ફરી એકવાર શાંતિનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે ભારત નિશ્ચિતપણે માને છે કે વાતચીતથી ઉકેલ તરફ પાછુ વળવું જોઇએ.જયશંકરે દ્વિપક્ષીય બેઠક દરમિયાન કહ્યું 'આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વાત કરીએ તો છેલà
વિદેશ મંત્રીની સ્પષ્ટ વાત  કમાણી ઓછી છે  જરૂરીયાત વધારે એટલે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું યથાવત રાખીશું
Advertisement
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ફરી એકવાર મોસ્કો પહોંચી ગયા છે.આ દરમિયાન તેઓ તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ લવરોવને મળ્યા અને યુક્રેન યુદ્ધને લઈને ફરી એકવાર શાંતિનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે ભારત નિશ્ચિતપણે માને છે કે વાતચીતથી ઉકેલ તરફ પાછુ વળવું જોઇએ.જયશંકરે દ્વિપક્ષીય બેઠક દરમિયાન કહ્યું 'આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષો કોરોના મહામારીમાં વિતાવ્યા છે. વિશ્વભરના દેશોએ નાણાકીય દબાણ અને વ્યવસાયિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ બધાની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી છે. આ પછી હવે આપણે વિશ્વ પર યુદ્ધની અસર જોઈ રહ્યા છીએ.

ભારત-રશિયા સંબંધો દરેક સ્તરે મજબૂત 
મળતા સમાચાર અનુસાર વિદેશ મંત્રીએ કહ્યું કે આ સિવાય આતંકવાદ અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા પણ છે,જેની અસર વિકાસ અને સમૃદ્ધિ પર પડી છે. અમારી વાતચીતની અસર વિશ્વની તમામ પરિસ્થિતિઓ પર પડશે. આ સિવાય પ્રાદેશિક મુદ્દાઓનું સમાધાન પણ અમારી વાતચીતમાંથી બહાર આવશે. રશિયા અને ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે અમારા સંબંધો દરેક સ્તરે ખૂબ જ મજબૂત છે. પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તાજેતરમાં સપ્ટેમ્બરમાં સમરકંદમાં મળ્યા હતા. એટલું જ નહીં આ દરમિયાન એસ. જયશંકરે રશિયાને યાદ અપાવ્યું કે કેવી રીતે પશ્ચિમના વિરોધ છતાં બંને દેશો વચ્ચે  ઓઇલનો વેપાર ચાલુ રહ્યો.
ઓઇલ ખરીદવાનું યથાવત રાખીશું 
જયશંકરે કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પણ ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. પશ્ચિમી દેશોના તમામ વિરોધ છતાં પણ આ વેપાર ચાલુ રહ્યો છે. તેમણે કહ્યું ભારત-રશિયાનો સંબંધ લાંબા સમયથી છે અને હંમેશા એકબીજામાં વિશ્વાસ રહ્યો છે. રશિયા પાસેથી તેલની ખરીદી અને પશ્ચિમી દેશોના દબાણ અંગે પત્રકારોના પ્રશ્ન પર એસ.કે. જયશંકરે કહ્યું કે ભારત એક એવો દેશ છે જે તેલ અને ગેસના વપરાશમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. પણ લોકોની કમાણી બહુ નથી. અમારા માટે તે મહત્વનું છે કે અમે યોગ્ય દરે સંસાધનો ખરીદીએ.ભારત અને રશિયાના સંબંધોથી અમને ફાયદો થયો છે. માટે અમે આ ખરીદી યથાવત રાખીશું 
 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×