Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: : દશેરાના તહેવારે 2 હજાર ફોર વ્હીલર અને 5 હજાર ટુ વ્હીલરની ખરીદી

અહેવાલ---રાબિયા સાલેહ, સુરત સુરતમાં દશેરાની ખૂબજ હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દશેરાના શુભ મુર્હૂતમાં આજે વાહનોની પૂજા સાથે નવા વાહનોની ખરીદીમાં ઉછાળો નોંધાયો હતો. આ વર્ષે 15 ટકા વાહન વેચાણ વધ્યું આજે દશેરાના પર્વમાં સુરતમાં વાહન ખરીદીને લઇને સુરતીઓમાં ભારે...
surat    દશેરાના તહેવારે 2 હજાર ફોર વ્હીલર અને 5 હજાર ટુ વ્હીલરની ખરીદી

અહેવાલ---રાબિયા સાલેહ, સુરત

Advertisement

સુરતમાં દશેરાની ખૂબજ હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દશેરાના શુભ મુર્હૂતમાં આજે વાહનોની પૂજા સાથે નવા વાહનોની ખરીદીમાં ઉછાળો નોંધાયો હતો.

આ વર્ષે 15 ટકા વાહન વેચાણ વધ્યું

Advertisement

આજે દશેરાના પર્વમાં સુરતમાં વાહન ખરીદીને લઇને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દશેરાના શુભ મૂહૂર્તમાં સુરત ખાતે વાહન વેચાણમાં તેજી જોવા મળી હતી. સાઉથ ગુજરાતમાં અંદાજે 134 જેટલા કાર ડીલર્સના 250 જેટલા શો રૂમ્સ આવેલા છે અને સુરતમાં 75 જેટલા ફોર વ્હીલ શોરૂમ નોંધાયા છે.સાથે જ દર વર્ષે તહેવારોમાં વાહન વેચાણમાં વધારો નોંધાતો હોય છે તેવી જ રીતે આ દશેરામાં પણ સુરત શહેરમાં 2000 થી વધુ ફોર વ્હીલર્સનું વેચાણ થવાનો અંદાજ નોંધાયો છે. આ સિવાય દશેરામાં 5000થી વધુ ટુ - વ્હીલર્સની ખરીદી પણ થતી હોય છે. પાછલા વર્ષની સરખામણીએ શો રુમના માલિકોના ટાર્ગેટ મુજબ સારી એવી તેજી રહી હોવાનું માલિકો જણાવી રહ્યા છે.ગયા વર્ષ કરતા આ વર્ષે તહેવારોને કારણે ૧૫% વેચાણ વધ્યું હોવાનું ધ્યાને આવ્યું છે.

Advertisement

૪૫૦ થી વધુ કારનું એડવાન્સ બુકિંગ

આજે વહેલી સવારથી જ દશેરાના શુભ મુર્હુતમાં વાહન ખરીદી કરવા માટે શો રૂમ ઉપર લોકો ઉમટી પડ્યા હતા. સુરતમાં દરેક વાર તહેવારને ખૂબ જ ધામધૂમતી ઉજવવામાં આવે છે તેવામાં દશેરાના પર્વની ઉજવણી પણ સુરતમાં અનોખી રીતે થયેલી જોવા મળી હતી. જૂની પરંપરા મુજબ દશેરા નિમિતે વાહન પૂજાની સાથે સાથે સુરતીઓ વાહન ખરીદવાનું પણ પસંદ કરે છે.પોતાના પરિવાર ને વાહન ગિફ્ટ આપે છે. પરિવાર સાથે શો રૂમ માં આવી વાહન ખરીદી કરી પોતાના ઉત્સાહ વ્યક્ત કરે છે.દર વર્ષે બુકિંગમાં પણ ઉત્તર ઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે .આ વખત્ સુરતમાં એક અંદાજે ૪૫૦ થી વધુ કારના એડવાન્સ બુકિંગ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ વાહનોની બુકિંગ થયા બાદ આજે એટલે કે દશેરાના દિવસે ડિલિવરી માટે સુરતીલાલઓ પરિવાર સાથે સુરતમાં ટુવ્હીલરથી લઈને ફોર વ્હીલર ની ખરીદી માટે પહોંચે છે.આજે સુરતમાં તમામ વાહનોની ખરીદીમાં હોડ જામી હોય તેમ મોટી સખ્યમા સુરતીઓ પોતાની મનપસંદ કારને પોતાના મહુર્તમાં ખરીદે છે.

લોકોનો ઉત્સાહ બમણો

કોરોના બાદ આ વર્ષે દશેરામાં લોકોનો ઉત્સાહ બમણો જોવા મયો હતો. સુરતમાં દશેરા નિમિત્તે વાહનનું મોટા પ્રમાણમાં વેચાણ નોંધાયું છે.શુભ મુર્હૂતમાં ખરીદી કરવાની લોકોમાં હોડ લાગી હોય તેમ, ગતવર્ષની સરખામણીએ આ વર્ષે કાર વેચાણમાં પણ વધારો થયો હોવાનો અંદાજ છે. ગત વર્ષ કરતા આ વર્ષે ૧૫ ટકા જેટલી ગાડીઓનું વેચાણ થયું છે.

આ પણ વાંચો----PALANPUR : કોન્ટ્રાકટરને હાજર નહિ કરે ત્યાં સુધી પરિવાર લાશ નહિ સ્વીકારે તેવો નિર્ણય

Tags :
Advertisement

.