Dwarka : રાજ્યમાં સિરપ કાંડ પર સૌથી મોટો પર્દાફાશ, સમગ્ર મામલે દ્વારકા જિલ્લા SP નીતીશ પાંડેએ કર્યો ઘટસ્ફોટ...
રાજ્યમાં સિરપ 'કાંડ' પર સૌથી મોટો પર્દાફાશ!
સમગ્ર રાજ્યમાં ચાલતા સિરપના ગોરખધંધામાં ઘટસ્ફોટ
કથિત આયુર્વેદિક દવાના નામે ચાલતો હતો ગોરખધંધો
વ્હાઈટ કૉલર બુટલેગરની સમગ્ર કાંડમાં સીધી સંડોવણી
સમગ્ર મામલે દ્વારકા જિલ્લા SP નીતીશ પાંડેનું નિવેદન
"આયુર્વેદમાં ઔષધિનું જે પ્રમાણ હોય તે નહોતું જળવાતું"
"માર્કેટમાં પોપ્યુલર પીણા હોય તેવી ડિઝાઈનની બોટલ કરતા હતા તૈયાર"
"નિયમોનું કોઈ જ પાલન થતું નહોતું"
"ત્રણ વર્ષથી ચાલતી હતી ફેક્ટરી"
"જુલાઈ મહિનામાં કંપનીનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું"
"A&B ફાર્મા નામની ડમી પેઢીના નામે ચાલતો હતો ગોરખધંધો"
"માર્કેટમાં ચાલતી હતી 10થી વધારે બ્રાન્ડ"
"ગુજરાતના સૌરાષ્ટ્રને કરાતું હતું ટાર્ગેટ"
ગાંધીના ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ છે તેવું હાલની સ્થિતિ જોતા કહી શકાય. ગાંધીનગરમાં બેસતા તેમજ પાડોશી રાજ્યની સરહદ સંભાળતા ભ્રષ્ટ IPS અધિકારીઓના આર્શીવાદથી ભારતીય બનાવટનો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ (IMFL) ગુજરાતમાં ઠલવાય છે. બીજી તરફ કેટલાંક વર્ષોથી આયુર્વેદ સિરપ તેમજ કફ સિરપના નામે આલ્કોહોલ માફિયાઓ તેમજ ફાર્મા કંપનીઓએ અબજો રૂપિયા ઘર ભેગા કરી લીધા છે અને ભ્રષ્ટ તંત્ર તેની કઠપૂતળી બની ગયું છે.
નશાના કરોડો રૂપિયાના કારોબાર સાથે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે પોલીસ, ફૂડ એન્ડ ડ્ર્ગ્સ અને નશાબંધી વિભાગ જોડાયેલા છે. દ્વારકા પોલીસે છેલ્લાં 4 મહિનાથી શરૂ કરેલી નશાકારક સિરપ (Intoxicating Syrup) વિરોધી ઝુંબેશમાં એક મોટી સફળતા મેળવી છે. રાજ્યભરમાં ફેલાયેલા સસ્તા નશાના કારોબારમાં કોણ કોની સાથે કેવી રીતે જોડાયેલું છે ? તેનો ઘટસ્ફોટ SP નિતેશ પાંડેયે (Nitesh Pandey IPS) કર્યો છે.
આ પણ વાંચો : દ્વારકા સિરપકાંડ : આલ્કોહોલ માફિયાઓ સાથે નશાબંધી અધિકારીની ભાગીદારી