Dwarka : દ્વારકાના ભંડારીયામાં શાળાના બાંધકામ મુદ્દે મંત્રી પ્રફુલ પાનસેરિયા સાથે ખાસ વાતચીત
દ્વારકાના ભંડારીયામાં શાળાના બાંધકામમાં પોલંપોલ હોવાનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની જાત તપાસમાં બહાર આવ્યું છે. ભંડારીયામાં શાળાની લીધેલી મુલાકાતમાં ખુલ્લો ભ્રષ્ટાચાર જોવા મળતાં શિક્ષણ મંત્રીએ કોલમ બીમ તોડીને નવું બાંધકામ કરવા આદેશ આપ્યા છે.પ્રફુલ પાનસેરિયાએ નબળું બાંધકામ અટકાવી નવેસરથી...
દ્વારકાના ભંડારીયામાં શાળાના બાંધકામમાં પોલંપોલ હોવાનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની જાત તપાસમાં બહાર આવ્યું છે. ભંડારીયામાં શાળાની લીધેલી મુલાકાતમાં ખુલ્લો ભ્રષ્ટાચાર જોવા મળતાં શિક્ષણ મંત્રીએ કોલમ બીમ તોડીને નવું બાંધકામ કરવા આદેશ આપ્યા છે.પ્રફુલ પાનસેરિયાએ નબળું બાંધકામ અટકાવી નવેસરથી બાંધકામ કરવા આદેશ આપ્યા છે. નિર્માણાધીન શાળાના કોલમ બીમ તોડીને નવું કામ કરવાના આદેશ આપ્યા છે ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે કરાશે? શું અધિકારીઓને માત્ર મલાઈ ખાવામાં જ રસ છે? અને સૌથી મોટો સવાલ એ છે કે બાંધકામ કરનારા સામે શું કાર્યવાહી કરવામાં આવશે? શા માટે બેજવાબદાર કોન્ટ્રાક્ટરોને અપાય છે કોન્ટ્રાક્ટ?
Advertisement