અમે લોકો કટ્ટર ઈમાનદાર, કંઈ ખોટું કર્યું નથી
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી (Delhi DyCM) મનીષ સીસોદીયાના (Manish Sisodia) ઘરમાં 14 કલાકની રેઈડ બાદ CBIની ટીમ તેમના ઘરેથી નિકળી ગઈ છે. દરોડા બાદ મનીષ સિસોદીયાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર CBIનો દુરૂપયોગનો આરોપ લગાવ્યો. રેઈડ બાદ તેમનું નિવેદન આવ્યું છે.તેમણે કહ્યું કે, CBIની ટીમ મારૂ લેપટોપ અને મોબાઈલ ફોન સીઝ કરીને લઈ ગઈ છે. CBIને ઉપરથી કંટ્રોલ કરવામાં આવી રહી છે અને તેના દ્વારા દિલ્હીમાં થઈ રહેલા સારા કામોને રોà
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી (Delhi DyCM) મનીષ સીસોદીયાના (Manish Sisodia) ઘરમાં 14 કલાકની રેઈડ બાદ CBIની ટીમ તેમના ઘરેથી નિકળી ગઈ છે. દરોડા બાદ મનીષ સિસોદીયાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર CBIનો દુરૂપયોગનો આરોપ લગાવ્યો. રેઈડ બાદ તેમનું નિવેદન આવ્યું છે.
તેમણે કહ્યું કે, CBIની ટીમ મારૂ લેપટોપ અને મોબાઈલ ફોન સીઝ કરીને લઈ ગઈ છે. CBIને ઉપરથી કંટ્રોલ કરવામાં આવી રહી છે અને તેના દ્વારા દિલ્હીમાં થઈ રહેલા સારા કામોને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું, CBIએ હાલ પુછપરછ માટે બોલાવ્યો નથી, દરેકનો વ્યવહાર ઘણો સારો હતો. કેટલીક ફાઈલો હતી મારી પાસે, મારુ લેપટોપ અને મોબાઈલ ફોન લઈ ગયા છે.
CBIએ હાલ મનીષ સિસોદીયાની (Manish Sisodia) ધરપકડ નથી કરી. દરોડા બાદ મનીષ સીસોદીયાએ જણાવ્યું કે, અમે કટ્ટર ઈમાનદાર લોકો છીએ, અમે કંઈ ખોટું નથી કર્યું અને આગળ વધુ ઈમાનદારી સાથે કામ કરતા રહીશું. અમે ઈમાનદારીથી કામ કરીને શાળાઓ બનાવી છે. લાખ્ખો બાળકોના ભવિષ્યને સુધાર્યું છે. ઈમાનદારીથી કામ કરતા હોસ્પિટલ બનાવી છે અને લાખો લોકોને સારવાર મળી છે.
તેમણે કહ્યું, બાળકોના વાલીઓના આશિર્વાદ છે, બાળકોના આશિર્વાદ છે. કેન્દ્ર સરકાર જેટલો દુરઉપયોગ કરવા ઈચ્છે કરી લે પરંતુ અમારું કંઈ નહી બગાડી શકે. કારણકે અમે કંઈ ખોટું કામ કર્યું નથી. લોકોને સારું શિક્ષણ. સ્વાસ્થ્ય આપવાનું કામ શરૂ રહેશે દિલ્હી સરકાર અટકશે નહી.
Advertisement