Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધરમશાળા બી.એસ.એફ.ના જવાનો સાથે મહિલાઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

કચ્છ સરહદ પરની ધરમશાળા બી.એસ.એફ. ચોકી ખાતે હર ઘર તિરંગા અભિયાન સાથે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યની સાથે જિલ્લાની અન્ય બહેનોએ સરહદના જવાનોને રાખડી બાંધી હતી.આ તકે વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સરહદના જવાનોને અમે રાખડી બાંધી છે. ખડેપગે દેશની રક્ષા કરનાર સરહદના સંત્રીઓ વારતહેવારે અને ખાસ તો રક્ષાબંધનના પવિત્ર પર્વે તેઓ પરિવàª
06:26 AM Aug 11, 2022 IST | Vipul Pandya
કચ્છ સરહદ પરની ધરમશાળા બી.એસ.એફ. ચોકી ખાતે હર ઘર તિરંગા અભિયાન સાથે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યની સાથે જિલ્લાની અન્ય બહેનોએ સરહદના જવાનોને રાખડી બાંધી હતી.
આ તકે વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સરહદના જવાનોને અમે રાખડી બાંધી છે. ખડેપગે દેશની રક્ષા કરનાર સરહદના સંત્રીઓ વારતહેવારે અને ખાસ તો રક્ષાબંધનના પવિત્ર પર્વે તેઓ પરિવાર સાથે છે એવો ભાવ જાગે તે માટે આ પર્વ આનંદભેર મનાવીએ છીએ. દેશની રક્ષા કરનારની ભગવાન રક્ષા કરે એવી પ્રાર્થના અમે આ તકે કરીએ છીએ.
આ તકે ડે.કમાન્ડર ચેતન ઘરે પોતાનો હર્ષ વ્યકત કરતા સૌનો આભાર વ્યકત કરી રક્ષાબંધન પર્વ માટે લાગણી વ્યકત કરી હતી તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે તિરંગાના આન બાન શાન માટે દેશવાસીઓના ગૌરવને જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા તેમજ જિલ્લાની અગ્રણી મહિલા કાર્યકરોએ પણ સરહદના જવાનોને રાખડી બાંધીને તેમજ મોં મીઠું કરાવીને તેમના રક્ષણની પ્રાર્થના કરી હતી.
આ તકે હર ઘર તિરંગા અંતર્ગત જવાનોને સાંસદ વિનોદભાઈ ચાવડાએ તિરંગા અર્પણ કર્યા હતા. સરહદ ડેરીના ચેરમેન  વલમજીભાઈ હુમ્બલ, દિલીપભાઇ દેશમુખ, મહેન્દ્રભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, હરિભાઇ જાટીયા, અનિરુધ્ધભાઇ દવે, ડો.મુકેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિર, ભુજ નગરપાલિકાના ઉપ પ્રમુખ રેશ્માબેન ઝવેરી, અગ્રણી  રશ્મીબેન ઝવેરી, જયંતભાઇ ઠકકર, શિતલ શાહ, હિતેશ ખંડોર સહિત શહેરના અગ્રણીઓ, નગરજનો અને શાસક પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.
Tags :
BSFGujaratFirstJawanRakshabandhan
Next Article