Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

19 વર્ષની યુવતીને શોધી કાઢતી ડભોઇ પોલીસ, દિકરી મળી આવતાં પરિવારજનો ભાવવિભોર

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનાં બહેરામપુરા ગામે રહેતા એક પરિવારની ૧૯ વર્ષીય યુવતી આજથી અંદાજે દસ માસ પહેલા લાપતા થઈ હતી. આ યુવતી ૨૦/૦૪/૨૨ ના રોજ ઘરમાં કોઈને પણ કશું કહ્યા વગર ચાલી ગઈ હતી અને લાપતા થઈ ગઈ હતી. આ બનાવ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ તે સમયે કોઈ પત્તો લાગ્યો ન હતો.હાલમાં ડભોઇ રેંજના આઈ.જી. સંદીપ સિંà
04:20 PM Feb 09, 2023 IST | Vipul Pandya
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનાં બહેરામપુરા ગામે રહેતા એક પરિવારની ૧૯ વર્ષીય યુવતી આજથી અંદાજે દસ માસ પહેલા લાપતા થઈ હતી. આ યુવતી ૨૦/૦૪/૨૨ ના રોજ ઘરમાં કોઈને પણ કશું કહ્યા વગર ચાલી ગઈ હતી અને લાપતા થઈ ગઈ હતી. આ બનાવ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ તે સમયે કોઈ પત્તો લાગ્યો ન હતો.

હાલમાં ડભોઇ રેંજના આઈ.જી. સંદીપ સિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ ગુમ થયેલ કિશોરો, યુવાન અને યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી. ઉપરી અધિકારીઓની સૂચના અને આદેશ અનુસાર ડભોઇ વિભાગના ડીવાયએસપી એ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ ડભોઇના પી.આઇ. એસ.જે.વાઘેલાએ ડભોઇ પોલીસના જવાનોને સૂચના આપી હતી. જેના આધારે ડભોઇ ડી સ્ટાફનાં તેમજ ભીલાપુર ઓપીના બીટ જમાદાર બાલુભાઈ રાઠવા તેમજ  પોલીસે દ્વારા  અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખાસ ડ્રાઈવ ચલાવી રહ્યા હતા.

 
યુવતીને શોધી કાઢવામાં મોટી સફળતા મળી 
જેમાં પોલીસ તંત્રને હ્મુમન ઈન્ટલીજન્સી દ્વારા જાણવા મળ્યું હતું કે,આ ગુમ થનાર યુવતી સાથે હાલ કચ્છનાં ભુજ જિલ્લાના અંજાર તાલુકાના રાધનપુર ગામે રહે છે અને તેઓ આજરોજ  વડોદરા જિલ્લના વાઘોડિયા તાલુકાના અલવા ગામે તેમના સંબંધિતના ઘરે આવનાછેે. જે ચોક્કસ માહિતીના આધારે પોલીસના જવાનોએ અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજનસી તેમજ ટેકનિકલ સપોર્ટની મદદથી વાઘોડિયા તાલુકાના અલવા ગામેથી સદર હું યુવતીને લઈ આવેલ. આમ, ડભોઇ પોલીસના જવાનોને આ ગુમ થયેલ યુવતીને શોધી કાઢવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.

 યુવતી લાપતા થવાના સાચાં કારણો જાણવા મળ્યા નથી
આ યુવતી મળી આવતા ડભોઇ પોલીસે જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને  કાર્યવાહી પૂર્ણ કરી તેના પરિવારજનોને સોંપી હતી. હાલ તો આ યુવતી લાપતા થવાના સાચાં કારણો જાણવા મળ્યા નથી. પરંતુ આ યુવતી મળી આવતા તેના પરિવારજનો ભાવવિભોર થઈ ગયાં હતાં.
આપણ  વાંચો- 11 મો સમૂહ જનોઈ અને સમૂહ લગ્નોત્સવ ઉજવાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
DabhoifamilygotdickGujaratFirstKotharaVillagelostVadodara
Next Article