અમરેલી તથા ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદથી ઠંડક
મંગળવારે સૌરાષ્ટ્રના ભાવનગર પંથક અને અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ઠેર ઠેર વરસાદની માહોલ સર્જાયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ધોધમાર વરસાદ વરસતાં શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા હતા. પાટણ જીલ્લામાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આજે વહેલી સવારથી ભાવનગર જીલ્લામાં આકાશ ગોરંભાયું હતું અને ગરમી અને બફારા વચ્ચે જેસર-ભાવનગર નજીકના વિસ્à
12:43 PM Jun 07, 2022 IST
|
Vipul Pandya
મંગળવારે સૌરાષ્ટ્રના ભાવનગર પંથક અને અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ઠેર ઠેર વરસાદની માહોલ સર્જાયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ધોધમાર વરસાદ વરસતાં શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા હતા. પાટણ જીલ્લામાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો.
આજે વહેલી સવારથી ભાવનગર જીલ્લામાં આકાશ ગોરંભાયું હતું અને ગરમી અને બફારા વચ્ચે જેસર-ભાવનગર નજીકના વિસ્તાર તેમજ ઉમરાળા-રંઘોળા વિસ્તારમાં બપોર બાદ વરસાદ તૂટી પડ્યો હતો અને ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ વરસાદ પડ્યો હતો. જેમાં જેસર તાલુકામાં વરસાદી માહોલ જામતા જેસર સહિતના આજુબાજુના ૧૫ કિમી વિસ્તારના દેપલા, છાપરિયાળી, સેરડા, કાત્રોડી સહિત ના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉમરાળા તાલુકા પંથકમાં પણ અચાનક વરસાદ પડ્યો હતો જેમાં રંઘોળા, ભૂતિયા, લીમડા, પરવાળા, ધરવાળા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી. હાલ હવે વાવણી નો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ખેડૂતો પણ પોતાની જમીનો પર ખેડકામ સાથે જોડાઈ જમીન તપાવી રહ્યા છે. ભાવનગર શહેર નજીક નીરમાં ના પાટિયા વિસ્તારમાં પણ હાલ મેઘાવી માહોલ જામ્યો છે.
બીજી તરફ અમરેલી જીલ્લામાં પણ સાવરકુંડલામાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદની સાથે ક્યાંક કરા પણ પડ્યા હતા. લાઠી અને સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદ થતાં શેત્રુંજી નદીમાં પાણીની આવક થઇ હતી. ચોમાસા પહેલાં જ નદી બે કાંઠે વહેવા લાગી હતી. ગરમી વચ્ચે સાવરકુંડલા અને લાઠી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તૂટી પડતાં લોકોને ગરમીથી રાહત થઇ હતી. ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રષ્યો પણ જોવા મળ્યા હતા. સાજે અમરેલી શહેરમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.
આ ઉપરાંત સાંજના સમયે ગઢડા તાલુકાના ઢસા તથા ઢસાગામ જલાલપુર, માંડવા વિકળીયા, પાટણા, રસનાળ પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો.
પાટણ જીલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પાટણના વારાહી, બામરોલી તથા માનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.
Next Article