ભારત વિરુદ્ધ ટિપ્પણી અને Maldives ના પ્રવાસનને પડ્યો મોટો ફટકો
ભારત અને માલદીવ (India and Maldives) વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. માલદીવ દ્વારા PM મોદી વિરુદ્ધ વાધાજનક ટિપ્પણી કર્યા બાદ તણાવ વધ્યો છે. જે પછી માલદીવે તેના ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી લીધા છે જેમણે તેમના વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જોકે, તે પછી પણ આ વિવાદનો અંત આવતો જોવા નથી મળી રહ્યો. સોશિયલ મીડિયામાં #BoycottMaldives ટ્રેન્ડ થઇ રહ્યો છે. ભારતીયોનો ગુસ્સો જોતાં માલદીવ (Maldives) ના પ્રવાસન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ રહી છે, જે દેશના GDP માં મોટો હિસ્સો ધરાવે છે. બાયકોટ માલદીવ ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યું છે અને તેના કારણે માલદીવની ફ્લાઈટ્સ સતત રદ થઈ રહી છે, જ્યારે સ્થાનિક કંપનીઓ હવે લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
આ પણ વાંચો - Maldives : માલદીવની ફ્લાઈટ્સ અને હોટેલ્સના બુકિંગ રદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ