Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maldives : માલદીવની ફ્લાઈટ્સ અને હોટેલ્સના બુકિંગ રદ

Maldives : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) ની લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો વાયરલ થયા બાદ અને વડાપ્રધાને આ રમણિય ટાપુની મુલાકાત લેવાની અપીલ કર્યા બાદ માલદીવ (Maldives)ના મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો મુદ્દો વેગ પકડવા લાગ્યો છે. જો કે માલદીવ...
maldives   માલદીવની ફ્લાઈટ્સ અને હોટેલ્સના બુકિંગ રદ

Maldives : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) ની લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો વાયરલ થયા બાદ અને વડાપ્રધાને આ રમણિય ટાપુની મુલાકાત લેવાની અપીલ કર્યા બાદ માલદીવ (Maldives)ના મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો મુદ્દો વેગ પકડવા લાગ્યો છે. જો કે માલદીવ (Maldives) સરકારે આ ટિપ્પણી કરનાર ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હોવા છતાં, ભારતીયોનો ગુસ્સો ઓછો થવાનો કોઈ સંકેત દેખાતો નથી. સોશિયલ મીડિયામાં #BoycottMaldives ટ્રેન્ડ થઇ રહ્યોછે. ભારતીયોનો ગુસ્સો જોતાં માલદીવ (Maldives)ના પ્રવાસન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ રહી છે, જે દેશના જીડીપીમાં મોટો હિસ્સો ધરાવે છે. બાયકોટ માલદીવ ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યું છે અને તેના કારણે માલદીવની ફ્લાઈટ્સ સતત રદ થઈ રહી છે, જ્યારે સ્થાનિક કંપનીઓ હવે લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Advertisement

માલદીવ માટે નવી પૂછપરછ બંધ

અહેવાલ મુજબ, પર્યટનની દ્રષ્ટિએ સૌથી પ્રિય સ્થળોમાંના એક માલદીવમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા ટ્રિપ કેન્સલેશન થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત પર ટાપુ રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં દેશમાં માલદીવનો બહિષ્કાર થઇ રહ્યો છે. તેની અસર સોશિયલ મીડિયા પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને ભારતીય ટૂર અને ટ્રાવેલ ઓપરેટરો દાવો કરે છે કે માલદીવ જવા માટે લોકો દ્વારા કોઈ નવી પૂછપરછ કરવામાં આવી રહી નથી, તેનાથી વિપરીત, મોટી સંખ્યામાં લોકો તેમના માલદીવ ટ્રાવેલ બુકિંગ કેન્સલ કરી રહ્યા છે.

Advertisement

માલદીવમાં પર્યટન

2023માં 2,09,198 ભારતીય પ્રવાસી
2024માં 2.41 લાખ ભારતીય પ્રવાસી
2021માં 2.91 લાખ ભારતીય પ્રવાસી
2020માં 63 હજાર ભારતીય પ્રવાસી

ભારતના બહિષ્કારની માલદીવ પર અસર

પર્યટનથી 2021માં 3.49 બિલિયન અમેરિકી ડોલર રેવન્યુ
GDPના 56 ટકા ટૂરિઝમથી આવે છે
બોયકોટથી 2 લાખ પ્રવાસીનો ઘટાડો થશે
માલદીવનો ત્રીજો મોટો વ્યાપારિક ભાગીદાર છે ભારત
ભારત મુખ્ય રૂપે સ્ક્રેપ ધાતુની આયાત કરે છે
ઈજનેરી, ઔદ્યોગિક ઉત્પાદન પુરુ પાડે છે ભારત
ફાર્માસ્યૂટિકલ્સ, રડાર ઉપકરણની આપૂર્તિ કરે છે ભારત
રોક બોલ્ડર, સિમેન્ટ, ફળ, શાકભાજીની આપૂર્તિ કરે છે
ચોખા, મસાલા, પોલ્ટ્રી ઉત્પાદન પણ આપૂર્તિ કરે છે

Advertisement

સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સો દર્શાવી રહ્યા છે

સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા, ઘણા ભારતીયોએ જેમણે માલદીવનું પ્રી-બુક કર્યું હતું, તેઓએ તેમની ટ્રિપ કેન્સલ કરવાની જાહેરાત કરતી વખતે તેમની બુકિંગ વિગતો પણ શેર કરી છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ પોતાની માલદીવ ટ્રીપ કેન્સલ કરી હોવાનું જણાવી રહ્યા છે.

EaseMy ટ્રીપે તમામ બુકિંગ રદ કર્યા છે

આ બહિષ્કારની માલદીવની અર્થવ્યવસ્થા પર કેટલી ખરાબ અસર પડી રહી છે, જે ખાસ કરીને પ્રવાસન પર નિર્ભર છે. આનો અંદાજ એ હકીકત પરથી પણ લગાવી શકાય છે કે ઓનલાઈન ટ્રાવેલ અને ટૂરિઝમ કંપની EaseMy Trip એ એક જ વારમાં માલદીવ માટે તેના તમામ બુકિંગ કેન્સલ કરી દીધા છે. EaseMyTrip ના સહ-સ્થાપક પ્રશાંત પિટ્ટી કહે છે કે અમારી કંપની સંપૂર્ણપણે હોમમેડ અને મેડ ઈન ઈન્ડિયા છે. PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર માલદીવના સાંસદની પોસ્ટ પરના વિવાદ વચ્ચે અમે નિર્ણય લીધો છે કે અમે માલદીવ માટે કોઈ બુકિંગ સ્વીકારીશું નહીં. અમે ઈચ્છીએ છીએ કે અયોધ્યા અને લક્ષદ્વીપ આંતરરાષ્ટ્રીય સ્થળો બને.

લક્ષદ્વીપની ફ્લાઈટ પર રૂ. 2000ની છૂટ!

અન્ય એક અહેવાલ મુજબ, જ્યારે આ મુદ્દાએ વેગ પકડવાનું શરૂ કર્યું, ત્યારે લગભગ 8,000 હોટેલ બુકિંગ અને માલદીવની 2,500 ફ્લાઇટ ટિકિટ ભારતીયો દ્વારા રદ કરવામાં આવી છે. એક તરફ, માલદીવ માટે ઝડપથી બુકિંગ રદ કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ડોમેસ્ટિક ટૂર અને ટ્રાવેલ એજન્સીઓએ તેમના ગ્રાહકોને લક્ષદ્વીપ પ્રવાસ માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરવાનું શરૂ કર્યું છે. મેક માય ટ્રિપ લક્ષદ્વીપની ફ્લાઈટ્સ પર રૂ. 2000નું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

બૉયકોટ ઝુંબેશમાં બોલિવૂડ-સ્પોર્ટ્સ ફ્લેવર

#BycottMaldives અભિયાનમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડ અને રમત જગતની હસ્તીઓ પણ જોડાઈ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગથી લઈને સચિન તેંડુલકરે માલદીવ સરકારના મંત્રીઓની ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપી છે. સેહવાગે તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'ઉડુપીના સુંદર બીચ હોય, પોન્ડીનો પેરેડાઈઝ બીચ હોય, આંદામાનનો નીલ અને હેવલોક હોય, અને આપણા દેશભરના અન્ય ઘણા સુંદર બીચ હોય, ભારતમાં ઘણી બધી અન્વેષિત જગ્યાઓ છે જ્યાં શોધખોળ કરી શકાય છે. કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સાથે વિશાળ શક્યતાઓ છે. માલદીવના મંત્રીઓની આ ટિપ્પણી આપણા દેશ અને આપણા વડાપ્રધાન પર ભારત માટે એક મોટી તક છે.

અમિતાભ બચ્ચને આપી પ્રતિક્રિયા

વીરેન્દ્ર સેહવાગની આ પોસ્ટ પર બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને લખ્યું, 'વીરુ પાજી, આ ખૂબ જ પ્રાસંગિક છે. આપણો દેશ પોતાનામાં શ્રેષ્ઠ છે. હું લક્ષદ્વીપ અને આંદામાન ગયો છું અને તે આશ્ચર્યજનક રીતે સુંદર સ્થળો છે. અમિતાભ બચ્ચન ઉપરાંત અભિનેતા સલમાન ખાન, જોન અબ્રાહમ, અક્ષય કુમાર, કંગના રનૌત, શ્રદ્ધા કપૂરે ટ્વીટ કરીને લોકોને ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે.

આ પણ વાંચો----LAKSHADWEEP VS MALDIVES : જાણો BIG B એ કેમ કહ્યું- ‘અમારી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડો…’

Tags :
Advertisement

.