રાજકોટની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાની સેવાકાર્યની સેન્ચ્યુરી..દર્દીના મૃત્યુ બાદ પરિવાર દ્વારા અંગોનું દાન
દર્દીના બ્રેનડેડ થયા બાદ પરિવારનો નિર્ણય રાજકોટના સેવાભાવી પ્રૌઢે મરણોપરાંત અંગોનું દાન કરી પાંચ લોકોને નવજીવન આપ્યું..૧૮ ઓક્ટોબરની બપોરે અશોકભાઇ વોરા નામના આ દર્દી બ્રેઇનડેડ થયા,જેની જાણ થતાજ તેમના પુત્ર ડો. પ્રિતેશ વોરાએ ડો.કૌમીલ કોઠારી પાસે પિતાના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી.ત્યારબાદ રાજકોટની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના ડો.સંકલ્પ વણઝારાનો સંપર્ક કરવામાં આવ્યો જેમà
05:33 AM Oct 20, 2022 IST
|
Vipul Pandya
દર્દીના બ્રેનડેડ થયા બાદ પરિવારનો નિર્ણય
રાજકોટના સેવાભાવી પ્રૌઢે મરણોપરાંત અંગોનું દાન કરી પાંચ લોકોને નવજીવન આપ્યું..૧૮ ઓક્ટોબરની બપોરે અશોકભાઇ વોરા નામના આ દર્દી બ્રેઇનડેડ થયા,જેની જાણ થતાજ તેમના પુત્ર ડો. પ્રિતેશ વોરાએ ડો.કૌમીલ કોઠારી પાસે પિતાના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી.ત્યારબાદ રાજકોટની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના ડો.સંકલ્પ વણઝારાનો સંપર્ક કરવામાં આવ્યો જેમણે અશોકભાઇ વોરાની બ્રેઇનડેડ પરિસ્થિતિની ખાતરી કરી અને તેમના કુટુંબીજનોને અંગદાન ની પ્રક્રિયા વિશે સંપૂર્ણ જાણકારી આપી. અશોકભાઇના પરિવારજનોએ સંવેદનાઓ પર કાબૂ રાખી આવી કપરી પરિસ્થિતિમાં પણ મનની સ્થિરતા જાળવી અશોકભાઇના અંગોનું દાન કરવાનું સત્કાર્ય હાથ ધરવાનો નિર્ણય લીધો,અને આ નિર્ણય દ્વારા બીજા પીડિત દર્દીઓ અને તેમના કુટુંબીજનોનું જીવન સુધારી તેમને દિવાળીની અમૂલ્ય ભેટ આપી.મૃતક અશોકભાઇ વોરા ખૂબ સેવાભાવી પ્રકૃતિ ધરાવતા હતા અને અનેક લોકોને મદદ કરતાં તથા પશુ -પક્ષીઓની પણ સંભાળ લેતા.
તબીબોની ટીમની અથાગ મહેનત
અંગદાનના નિર્ણય બાદ રાજ્ય સરકારની અંગ પ્રત્યારોપણ માટેની સંસ્થા SOTTOનો સંપર્ક કરી તેના માર્ગદર્શન અને નિયમો પ્રમાણે અશોકભાઇના અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં સ્ટર્લિંગ હોસ્પિટલની ટીમે સખત મહેનત ઉઠાવી, જેમાં ક્રિટિકલ કેર નિષ્ણાંત ડો. સંકલ્પ વણઝારા સહિત અનેક નિષ્ણાતોની ટીમે યોગદાન આપ્યું.
પાંચ લોકોને આપ્યું નવું જીવન
અશોકભાઇ વોરાની ૨ કિડની,લીવર,૨ ચક્ષુ,અને ત્વચાનું દાન કરવામાં આવ્યું. કિડની અને લીવર માટે અમદાવાદની IKDRCહોસ્પિટલમાંથી ડો. સુરેશ અને તેમની ટીમ તા ૧૯ ઓક્ટોબરે રાત્રે આવેલી. મધરાત બાદ શરૂ થયેલા ઓપરેશનથી બંને કિડની અને એક લીવર લેવામાં આવેલા અને તેમનું પ્રત્યારોપણ કરવા માટે અમદાવાદની IKDRCમાં તા 20 ઓક્ટોબરે વહેલી સવારે લઈ જવામાં આવ્યા.બન્ને ચક્ષુ તથા ત્વચા રાજકોટની જ આઇ બેંક અને સ્કિન બેંકમાં આપવામાં આવ્યા. આ રીતે પાંચ દર્દીઓને નવજીવન આપી અશોકભાઇ વોરાએ વિશ્વનું સૌથી મહાદાન અંગદાનનું સત્કાર્ય કર્યું
Next Article