Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પક્ષીઓમાં મળી આવી કેન્સર જેવી બીમારી નોંતરતી જંતુનાશક દવાઓની હાજરી, પોરબંદરના પક્ષીવિદના સંશોધનમાં સામે આવ્યું તારણ

પક્ષીઓના લિવરમાં જોવા મળી જંતુનાશક દવાઓની હાજરી માણસોમાં કેન્સર સહિતની બિમારીઓને નોતરનાર જંતુનાશક દવાઓની માછલીઓ બાદ હવે પક્ષીઓને પણ ખરાબ અસર થતી હોવાનું પોરબંદરના પક્ષીવિદ યુવકના સંશોધનમાં સામે આવ્યું છે.પોરબંદર શહેરમાં હાલ શિયાળાની ઋતુમાં વિવિધ વેટલેન્ટમાં લાખોની સંખ્યામાં પક્ષીઓ મહેમાન બન્યા છે. પરંતુ એક રિસર્ચ મુજબ મૃત્યુ પામેલા પક્ષીઓના લીવરમાં ર૩૦ વિવિધ જંતુનાશક
01:46 PM Feb 07, 2023 IST | Vipul Pandya
પક્ષીઓના લિવરમાં જોવા મળી જંતુનાશક દવાઓની હાજરી 
માણસોમાં કેન્સર સહિતની બિમારીઓને નોતરનાર જંતુનાશક દવાઓની માછલીઓ બાદ હવે પક્ષીઓને પણ ખરાબ અસર થતી હોવાનું પોરબંદરના પક્ષીવિદ યુવકના સંશોધનમાં સામે આવ્યું છે.પોરબંદર શહેરમાં હાલ શિયાળાની ઋતુમાં વિવિધ વેટલેન્ટમાં લાખોની સંખ્યામાં પક્ષીઓ મહેમાન બન્યા છે. પરંતુ એક રિસર્ચ મુજબ મૃત્યુ પામેલા પક્ષીઓના લીવરમાં ર૩૦ વિવિધ જંતુનાશક દવાઓની હાજરી તપાસવામાં આવી છે. આ ઉપરાંત મચ્છી માર્કેટમાં વેચાતી માછલીઓની ૬ પ્રજાતીઓમાં ૪ વિવિધ જંતુનાશકો મળી આવ્યા હતા.
 
પોરબંદરના ર૩ વેટલેન્ટમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી 
આધુનિક યુગમાં બિમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેમાં માણસોમાં કેન્સર સહિત બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. વિવિધ પાકો તેમજ શાકભાજીમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, જે લાંબા ગાળે માણસના શરીર પર અસર પહોંચાડે છે અને ગંભીર બિમારીઓ પણ નોંતરે છે.  મોકર સાગર વેટલેન્ટ કમિટિના પ્રમુખ ડો. ધવલ વાર્ગિયાએ ર૦૧પથી ર૦ર૧ સુધી મિત્રો અને સ્વયંસેવકો સાથે મળી પોરબંદરના ર૩ વેટલેન્ટમાં પક્ષી ગણતરી હાથ ધરી હતી. આ અભ્યાસમાં અમીપુર, બરડાસાગર, છત્રાવા, છાંયા, ફોદાળા, ગરેજ, જાવર, જંનતબીજ, સુભાષનગર, ખંભાળા, કુછડી, મેઢાક્રિક, મોકર સાગર અને પક્ષી અભ્યારણ્ય સહિતના વેટલેન્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. 


ઉતરાયણ દરમિયાન જે પક્ષીઓના મૃત્યુ થયા તેમના શરીરની તપાસ કરાઇ 
મોકર સાગર કમિટિ દ્વારા ત્રણ અલગ અલગ સંશોધન હાથ ધરવામાં આવ્યા હતા. સંશોધન નં.ર માં ચોકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. સંશોધન-બે માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વન વિભાગની પૂર્વ મંજુરી લીધા બાદ પક્ષીઓના લીવરમાં જંતુનાશક દવા (પેસ્ટીસાઇડ)ની હાજરી તપાસવામાં આવી હતી. ઉતરાયણ દરમિયાન જે પક્ષીઓ ઘાયલ થયા હતા અને સારવાર આપવા છતાં મૃત્યુ પામ્યા હોય એવા પક્ષીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કયા પક્ષીઓમાં કયા જંતુનાશકોની હાજરી જોવા મળી ?
લીકવિડ કોમેટોગ્રાફી-માસ્ક સ્પેકટ્રોકોપી જેવી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી પક્ષીઓના લીવરમાં ર૩૦ વિવિધ જંતુનાશક દવાઓની હાજરી તપાસવામાં આવી હતી. જેના પરિણામમાં પક્ષી મોટો બગલો-પેસ્ટીસાઇડ ઇન્ડોસ્કા કાર્બ ૦.૦૧ર પીપીએમ, કાળી બગલી - ૦.૦૧પ પીપીએમ ઉપરાંત કાળી બગલીમાં ઓક્સાડાયાઝોન ૦.ર૩૩ પીપીએમનું પ્રમાણ જોવા મળ્યું હતું. જેમાં ઇન્ડોક્સા કાર્બ પક્ષીઓ માટે જીવલેણ સાબીત થઇ શકે છે. જ્યારે ઓક્સા ડાયાઝોન એક હર્બી સાઇડ છે જે નીંદામણનો નાશ કરવા માટે વપરાય છે. 
માછલીની કેટલીક પ્રજાતિઓમાં પણ જંતુનાશકોની હાજરી જોવા મળી 
પક્ષીઓ ઉપરાંત વેટલેન્ટની માછલીઓ કે જે મછી માર્કેટમાં વેચાય પણ છે તેની ૬ પ્રજાતીમાંથી ૪માં વિવિધ જંતુનાશકો મળી આવ્યા છે. આ ઉપરાંત પાણીના પક્ષીઓના પીછામાં હેવી મેટલની હાજરી તપાસવામાં આવી હતી.  આ દરમિયાન ૧ર પક્ષી પ્રજાતીઓમાં ઝીંક-આયર્ન-લીડ-કોપર તથા કોનિયમની હાજરી જાણવા મળી છે. 
આ પણ વાંચોઃ અહીંયા ખેલાય છે પથ્થર થી પૈસા કમાવવાનો ખેલ !, આવી રીતે ચાલે છે કોન્ટ્રાકટર ને ફાયદો કરાવવાનો ખેલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BirdscancerDiseasefoundGujaratFirstornithologist'sresearchrevealedpesticidesPorbandarpresence
Next Article