Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-પાકિસ્તાનમાં પણ મોટો ભૂકંપ આવી શકે છે, ડચ સંશોધકની આગાહી

તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં આવેલા ભૂકંપ (Earthquake)માં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે આ આગાહી ડચ સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સ (Frank Hogarbites) દ્વારા પહેલાથી જ કરવામાં આવી હતી, જે સાચી સાબિત થઈ હતી. આ સાથે જ તેમણે વધુ એક ભવિષ્યવાણી કરી છે જે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ને ડરાવી રહી છે. તેમણે કહ્યું છે કે હવે એશિયન દેશો આપત્તિની 'ફ્રન્ટ લાઇન' પર છે. તમને જણાવી દઈએ કે ફ્રેન્કનો એક વીà
ભારત પાકિસ્તાનમાં પણ મોટો ભૂકંપ આવી શકે છે  ડચ સંશોધકની આગાહી
તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં આવેલા ભૂકંપ (Earthquake)માં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે આ આગાહી ડચ સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સ (Frank Hogarbites) દ્વારા પહેલાથી જ કરવામાં આવી હતી, જે સાચી સાબિત થઈ હતી. આ સાથે જ તેમણે વધુ એક ભવિષ્યવાણી કરી છે જે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ને ડરાવી રહી છે. તેમણે કહ્યું છે કે હવે એશિયન દેશો આપત્તિની 'ફ્રન્ટ લાઇન' પર છે. તમને જણાવી દઈએ કે ફ્રેન્કનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મોટા ભૂકંપની આગાહી કરતા જોવા મળી રહ્યા છે.

 ભૂકંપ અફઘાનિસ્તાનથી શરૂ થશે અને પાકિસ્તાન અને ભારતમાંથી પસાર થઈને હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્ક હોગરબીટ્સે કહ્યું કે હવે ભૂકંપ  જેવી કુદરતી આફતોનો સામનો કરવાનો એશિયાઈ દેશોનો વારો છે. ફ્રેન્કે દાવો કર્યો હતો કે આગામી ભૂકંપ અફઘાનિસ્તાનથી શરૂ થશે અને પાકિસ્તાન અને ભારતમાંથી પસાર થઈને હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે એક ટ્વિટર યુઝરે માહિતી આપી હતી કે ડચ રિસર્ચર ફ્રેન્ક હોગરબીટ્સે ત્રણ દિવસ પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપની આગાહી કરી હતી અને તેણે ફરી એક વખત ભવિષ્યવાણી કરી છે.
Advertisement

ફ્રેન્ક હૂગરબીટ્સ સિસ્મિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે
ફ્રેન્ક હૂગરબીટ્સ, સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વે (SSGEOS) ના નેધરલેન્ડ સ્થિત સંશોધક છે જે સિસ્મિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. તુર્કીના ભૂકંપના ત્રણ દિવસ પહેલાં જ તેમણે જણાવ્યું હતું કે 7.5-ની તીવ્રતાનો ભૂકંપ ટૂંક સમયમાં દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા અને લેબેનોનની આસપાસના પ્રદેશમાં આવશે.
એશિયન દેશો ભૂકંપ પીડિતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્કે કહ્યું છે કે જો આપણે વાતાવરણની વધઘટ જોઈએ તો ખબર પડે છે કે એશિયાઈ દેશો ભૂકંપનો ભોગ બનશે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે આ અંદાજ કામચલાઉ છે. તેમણે કહ્યું કે તમામ ભૂકંપ હંમેશા શોધી શકાતા નથી. 

1999માં વિનાશક ભૂકંપ આવ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તુર્કીમાં વારંવાર ભૂકંપ આવે છે. 1999માં આવેલા ભૂકંપમાં લગભગ 18,000 લોકો માર્યા ગયા હતા અને 45,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગોલકુક અને દેઉઝ પ્રાંતમાં 7.4 અને 7.0ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. 2011 માં, પૂર્વીય શહેર વાનમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા. અને આ વખતે અત્યાર સુધીમાં 20000 થી વધુ લોકોના મોત થયા છે.

ભૂકંપની આગાહી
રિપોર્ટ અનુસાર, 3 ફેબ્રુઆરી, 2023ના ભૂકંપના ત્રણ દિવસ પહેલા નેધરલેન્ડ સ્થિત સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે (SSGS) માટે કામ કરતા ડચ સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે તેની આગાહી કરી હતી. ડચ નિષ્ણાત ફ્રેન્ક હોગરબીટ્સે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે વહેલા કે મોડા આ વિસ્તારમાં (દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા, લેબનોન)માં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.