Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફરી ધણધણી ઉઠી તુર્કીની ધરા, મોતનો આંકડો 1300ને પાર, હજારો લોકો ઈજાગ્રસ્ત

દક્ષિણ તુર્કીમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી મુજબ, તુર્કીના દક્ષિણમાં ગાજિયનટેપમાં સૌથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે બપોરે ફરી એક વખતે ભૂકંપથી તુર્કીની ધરતી ધ્રુજી ઉઠી હતી.તુર્કીમાં ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોને બચવાની તક મળી ન હતી. રિક્ટર સ્કેલ પર 7 થી ઉપરનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે.  સીરિયાની બોર્ડરથી માત્àª
ફરી ધણધણી ઉઠી તુર્કીની ધરા  મોતનો આંકડો 1300ને પાર  હજારો લોકો ઈજાગ્રસ્ત
દક્ષિણ તુર્કીમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી મુજબ, તુર્કીના દક્ષિણમાં ગાજિયનટેપમાં સૌથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે બપોરે ફરી એક વખતે ભૂકંપથી તુર્કીની ધરતી ધ્રુજી ઉઠી હતી.તુર્કીમાં ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોને બચવાની તક મળી ન હતી. રિક્ટર સ્કેલ પર 7 થી ઉપરનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે.

Advertisement




 સીરિયાની બોર્ડરથી માત્ર 90 કિ.મી દૂર છે

તૂર્કી અને સીરિયામાં ફરી 7.6 તીવ્રતાથી ધરતીકંપી છે. આશરે 4:15 વાગ્યાની આસપાસ કેન્દ્ર ગજિયાટેપમાં આવ્યો હતો જે સીરિયાની બોર્ડરથી માત્ર 90 કિ.મી દૂર છે.  ભૂકંપથી અત્યારસુધીમાં 1300 લોકોનું મોત થયું છે. જ્યારે 5380 લોકો ઘાયલ થયાં છે. 2818 ઈમારતો ધારાશાહી થઈ છે જ્યારે રેસ્ક્યૂ ટીમે 2470 લોકોને અત્યારસુધી બચાવી લીધાં છે. ભૂકંપમાં મૃત્યુઆંક દર મિનિટે વધી રહ્યો છે. એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે સાંજ સુધીમાં મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે બચાવદળની ટીમો હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.

Advertisement


ભારત કરશે તૂર્કીની મદદ
ભારત તરફથી NDRFની 2 ટીમોંને તૂર્કિ મદદે મોકલવામાં આવશે. તૂર્કિને તાત્કાલિક મદદ ફાળવવાનાં મુદા પર પ્રધાનમંત્રીનાં મુખ્ય સચિવ પી.કે.મિશ્રાએ મહત્વની બેઠક કરી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું કે સર્ચ અને રેસ્ક્યૂ અભિયાન માટે NDRF અને મેડિકલની ટીમોને તૂર્કિ મોકલવામાં આવશે. આ સાથે જ રાહતની સામગ્રીઓ પણ ટૂંક જ સમયમાં તૂર્કિ માટે રવાના થશે. NDRFની 2 ટીમોમાં 100 સૈનિકો હશે જેમાં ડોગ સ્કવોડ પણ શામેલ હશે. 


આપણ  વાંચો-
Tags :
Advertisement

.