Ambalal Patel Agahi । હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાને લઇ શું કરી આગાહી ?
Gujarat રાજ્યના વાતાવરણ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel)ની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. તેમજ ઉત્તર પર્વતિય પ્રદેશ અને ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ રહેશે. ગુજરાતમાં 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આકરી ઠંડી પડશે. તેમજ 3થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતિય વિસ્તારમાં હિમવર્ષાની શક્યતાઓ છે.