Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-પાકિસ્તાન મેચ પહેલા આફ્રિદીએ બોલિંગથી મચાવ્યો તરખાટ, અફઘાન ખેલાડીનો તોડ્યો અંગૂઠો

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની શરૂઆત થઇ ચુકી છે. આ મોટા ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ કે પછી કહી શકાય કે, દુનિયાભરમાં સૌથી વધુ જોવાઇ શકે તેવી ભારત-પાકિસ્તાન (India vs Pakistan)ની મેચ 23 ઓક્ટોબરના રોજ રમાવાની છે. આ મેચ પહેલા પાકિસ્તાનના એક ઘાતક બોલરે ભારતને પોતાની બોલિંગથી સાવધાન કરી દીધા છે. જીહા, અમે અહીં પાકિસ્તાન મુખ્ય બોલર શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi)ની વાત કરી રહ્યા છીએ. જેણે આજે અફઘાનિસ્તાન વિરુદ્ધ
ભારત પાકિસ્તાન મેચ પહેલા આફ્રિદીએ બોલિંગથી મચાવ્યો તરખાટ  અફઘાન ખેલાડીનો તોડ્યો અંગૂઠો
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની શરૂઆત થઇ ચુકી છે. આ મોટા ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ કે પછી કહી શકાય કે, દુનિયાભરમાં સૌથી વધુ જોવાઇ શકે તેવી ભારત-પાકિસ્તાન (India vs Pakistan)ની મેચ 23 ઓક્ટોબરના રોજ રમાવાની છે. આ મેચ પહેલા પાકિસ્તાનના એક ઘાતક બોલરે ભારતને પોતાની બોલિંગથી સાવધાન કરી દીધા છે. જીહા, અમે અહીં પાકિસ્તાન મુખ્ય બોલર શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi)ની વાત કરી રહ્યા છીએ. જેણે આજે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાઇ રહેલી મેચમાં અફઘાન બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝનો તેની ઘાતક યોર્કરથી અંગૂઠો તોડી નાખ્યો છે. 
શાહીન શાહની બોલિંગથી અફઘાન બેટ્સમેનનો તૂટ્યો અંગૂઠો
T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થઇ ગયો છે, આ સિરીઝની ઘણી મેચો રમાઈ છે પરંતુ આપણે ભારતીઓ 23 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ટીમ આ મેચમાં પાકિસ્તાનના હાથે અગાઉની હારનો બદલો લેવા મેદાને ઉતરશે. જોકે, આ મેચ પહેલા પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરે સાબિત કરી દીધું છે કે ભારત માટે જીતનો રસ્તો સરળ નહીં હોય. જીહા, આ કોઇ અન્ય નહીં પણ પાકિસ્તાનનો મુખ્ય બોલર શાહીન શાહ આફ્રિદી છે. જીહા, આફ્રિદીએ આજે અફઘાનિસ્તાન વિરુદ્ધની મેચમાં અફઘાન બેટ્સમેનને પોતાની ઘાતક બોલિંગથી ઈજાગ્રસ્ત કર્યો છે. આ ઘટના અફઘાનિસ્તાનની ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં બની હતી. શાહીન પોતાની ઓવરનો ચોથો બોલ ફેંકી રહ્યો હતો. રહેમાનુલ્લાહ ગુરબાઝ તેની ઇનિંગ્સના પ્રથમ બોલનો સામનો કરવાનો હતો અને અહીં શાહીને યોર્કર વડે તેને ચોંકાવી દીધો. શાહીનનું ચોક્કસ યોર્કર ઝડપથી બેટ્સમેનના અંગૂઠા પર વાગ્યું, ત્યારબાદ અફઘાનિસ્તાન બેટ્સમેન મેદાન વચ્ચે પીડાથી જમીન પર પડી ગયો હતો. ગુરબાઝને ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેના સાથી ખેલાડીઓ તેને પીઠ પર ઉઠાવીને મેદાનની બહાર લઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ટીમ માટે, તેમના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીની ફિટનેસ ખૂબ જ ચિંતાનો વિષય હતો, પરંતુ આફ્રિદીએ બુધવારની પ્રેક્ટિસ મેચમાં સાબિત કરી દીધું કે તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે. આ વોર્મ-અપ મેચ અફઘાનિસ્તાન સામે રમાઈ હતી, જ્યાં ફરી એકવાર આફ્રિદીની તોફાની બોલિંગ જોવા મળી હતી.
Update...
Advertisement
Tags :
Advertisement

.