Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટના ઉદ્યોગપતિના પત્નીના નિધન બાદ અંગદાન, 5 દર્દીઓને મળ્યું નવજીવન

રાજકોટથી મળતા સમાચાર( news) અનુસાર શાપરના ઉદ્યોગપતિની પત્નીના મૃત્યુબાદ અંગદાનથી પાંચ લોકોની જિંદગીમાં ખુશીઓનું આગમન થયું છે. પ્રભાબેન રાઘવજીભાઈ ટીલારાની શનિવારે ઓચિંતી તબિયત લથડતા તેમને બે દિવસ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જો કે તેમનો જીવ બચાવી શકાયો ન હતો.પરિવારનું સ્વજન ગુમાવ્યાની દુ:ખ ભરી પરિસ્થિતિમાં ટીલારા પરિવારે મૃતકના અંગદાનનો નિર્ણય લઇ અન્àª
રાજકોટના ઉદ્યોગપતિના પત્નીના નિધન બાદ અંગદાન  5 દર્દીઓને મળ્યું નવજીવન
રાજકોટથી મળતા સમાચાર( news) અનુસાર શાપરના ઉદ્યોગપતિની પત્નીના મૃત્યુબાદ અંગદાનથી પાંચ લોકોની જિંદગીમાં ખુશીઓનું આગમન થયું છે. પ્રભાબેન રાઘવજીભાઈ ટીલારાની શનિવારે ઓચિંતી તબિયત લથડતા તેમને બે દિવસ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જો કે તેમનો જીવ બચાવી શકાયો ન હતો.પરિવારનું સ્વજન ગુમાવ્યાની દુ:ખ ભરી પરિસ્થિતિમાં ટીલારા પરિવારે મૃતકના અંગદાનનો નિર્ણય લઇ અન્ય જરૂરીયાતમંદ દર્દીઓના જીવનમાં ખુશીઓ લાવવાનો નિર્ણય લીધો હતો. 
મૃતકની બન્ને આંખ,કિડની,લિવર અને ચામડીનું દાન કરવામાં આવ્યું છે.આ અંગે વધુ માહિતી આપતા અશોકભાઈ ટીલારાએ કહ્યું કે દર્દીને સઘન સારવાર કરવામાં આવી હતી, પરંતુ મગજમાં સોજો આવી જવાને કારણે તેમનું મૃત્યુ થયું અને પરિવાર પર વજ્રઘાત થયો હતો. આ સમયે તબીબે અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યએ અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. પરિવારના તમામ સભ્યો આ વાત સાથે સહમત થયા હતા.અને અન્ય લોકોના જીવનમાં ખુશીઓ લાવવા માટે અંગદાન માટે તૈયાર થયા હતા. 
Advertisement
Tags :
Advertisement

.