Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાબુલની એક શાળામાં ભયાનક બોમ્બ બ્લાસ્ટ, 20થી વધુ વિદ્યાર્થીઓના મોત

અફઘાનિસ્તાનમાં આજે પણ પરિસ્થિતિ સામાન્ય બની શકી નથી. જેનું એક તાજું ઉદાહરણ આજે સવારે જોવા મળ્યું હતું. જીહા, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે સવારે એક શાળામાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 24 વિદ્યાર્થીઓના મોત થયા છે અને ડઝનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ શુક્રવારે સવારે દશ્ત-એ-બરચી વિસ્તારમાં થયોએક રિપોર્ટ અનુસાર, આ શક્તિશાળી બોમ્બ à
07:50 AM Sep 30, 2022 IST | Vipul Pandya
અફઘાનિસ્તાનમાં આજે પણ પરિસ્થિતિ સામાન્ય બની શકી નથી. જેનું એક તાજું ઉદાહરણ આજે સવારે જોવા મળ્યું હતું. જીહા, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે સવારે એક શાળામાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 24 વિદ્યાર્થીઓના મોત થયા છે અને ડઝનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. 
વિસ્ફોટ શુક્રવારે સવારે દશ્ત-એ-બરચી વિસ્તારમાં થયો
એક રિપોર્ટ અનુસાર, આ શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની પશ્ચિમે આવેલા દશ્ત-એ-બરચી વિસ્તારમાં આવેલી શાળાની અંદર થયો હતો અને એવી આશંકા છે કે તેને ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત દ્વારા અંજામ આપવામાં આવ્યો છે, જેમાં મોટાભાગે હજારા અને શિયા સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલમાં કાબુલમાં બે શૈક્ષણિક સંસ્થાઓમાં વિસ્ફોટ થયા હતા, જેમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ બંને શાળાઓ કાબુલના દશ્ત-એ-બરચી વિસ્તારમાં પણ આવેલી હતી.

અત્યાર સુધી હજારો લોકો માર્યા ગયા
તાલિબાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તકોરે જણાવ્યું હતું કે, આજે સવારે શાળામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જોકે તેમણે વધુ વિગતો આપી ન હતી. પરંતુ, ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની સ્થાપના થઈ ત્યારથી, ISIS અવારનવાર બોમ્બ વિસ્ફોટો કરી રહ્યું છે અને ખાસ કરીને હજારા અને શિયા મુસ્લિમો તેના નિશાન પર છે. બોમ્બ વિસ્ફોટોમાં અત્યાર સુધી હજારો લોકો માર્યા ગયા છે. આ વર્ષની શરૂઆતમાં, એપ્રિલ મહિનામાં, આતંકવાદીઓએ બે શાળાઓને નિશાન બનાવ્યા હતા, જેમાં 6 લોકો માર્યા ગયા હતા અને આ બંને શાળાઓ પણ દશ્ત-એ-બરચી વિસ્તારમાં આવેલી છે. 

વળી, તાલિબાનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, "વધુ માહિતી માટે અમારી ટીમો વિસ્ફોટ સ્થળ તરફ રવાના થઈ ગઈ છે." જો કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
આ પણ વાંચો - કાબુલમાં રશિયન દૂતાવાસની બહાર વિસ્ફોટ, 20ના મોત
Tags :
AfghanistanBombBlastExplosionGujaratFirstKabulkilledSchoolstudent
Next Article