Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સહારનપુરની ફટાકડાની ફેક્ટ્રીમાં થયો વિસ્ફોટ, કામ કરતા લોકોના ચીથરે ચીથરા ઉડ્યા

યુપીના સહારનપુરમાં ફટાકડાની ફેક્ટ્રીમાં આગ લાગી હતી. આગ બાદ વિસ્ફોટથી સહારનપુર હચમચી ઉઠ્યું હતું. આ ઘટનામાં ફેક્ટરી માલિક સહિત ચાર લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં શનિવારે સાંજે એક ફટાકડાની ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થયો હતો. અકસ્માતમાં એક સગીર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ફેક્ટ્રીમાં ઘણા કામદારો હજુ પણ લાપતા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, સમàª
સહારનપુરની ફટાકડાની ફેક્ટ્રીમાં થયો વિસ્ફોટ  કામ કરતા લોકોના ચીથરે ચીથરા ઉડ્યા
Advertisement
યુપીના સહારનપુરમાં ફટાકડાની ફેક્ટ્રીમાં આગ લાગી હતી. આગ બાદ વિસ્ફોટથી સહારનપુર હચમચી ઉઠ્યું હતું. આ ઘટનામાં ફેક્ટરી માલિક સહિત ચાર લોકોના મોત થયા છે. 
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં શનિવારે સાંજે એક ફટાકડાની ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થયો હતો. અકસ્માતમાં એક સગીર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ફેક્ટ્રીમાં ઘણા કામદારો હજુ પણ લાપતા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ભયાનક વિસ્ફોટથી આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. તેમજ દૂર દૂર સુધી કાટમાળ પડ્યો હતો. વિસ્ફોટને કારણે મૃતદેહોના અંગો દૂર દૂર સુધી વિખરાઇ ગયા હતા. જ્યાં શરીરના અંગો આમતેમ પડ્યા જોવા મળ્યા હતા. પોલીસને અડધો કિલોમીટર દૂર ખેતરમાં મજૂરની કરોડરજ્જુ મળી આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. 6થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 3થી વધુ મજૂરો ગુમ હોવાનું કહેવાય છે. રેસ્ક્યુ ઓપરેશન બાદ હવે સર્ચ ઓપરેશન ચાલુ છે, જેથી કાટમાળમાં દટાયેલા મૃતદેહોને શોધી શકાય.
આ ભયાનક અકસ્માત શનિવારે સાંજે લગભગ 6.45 કલાકે થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા કારખાનાના માલિકો રાહુલ કુમાર ઉર્ફે જોની (32) ગામ સલેમપુર, સાગર અને કાર્તિક સૈની ગામ બળવંતપુરના રહેવાસી હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ફેક્ટરીના એક ખૂણામાં અચાનક આગ લાગી હતી. આગ ગનપાઉડર સુધી પહોંચી. જોરદાર ધડાકા સાથે આગ ફેલાઈ ગઈ. જે બાદ ત્યાં હાજર કામદારો બહાર નીકળી શક્યા ન હતા. પોલીસ અધિક્ષક (એસએસપી) આકાશ તોમરે જણાવ્યું કે, કારખાનાના માલિક સહિત ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને એક કામદાર અકસ્માતમાં ઘાયલ થયો છે. અકસ્માત કયા કારણોસર થયો તે સ્પષ્ટ થયું નથી. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
Tags :
Advertisement

.

×