Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Saharanpur Firing : દેવબંદમાં બાળકોને લઈ જતી સ્કૂલ બસ પર ફાયરિંગ, પોલીસે તપાસ હાથ ધરી...

ઉત્તર પ્રદેશમાં સ્કૂલ બસ પર ફાયરિંગની ઘટના ફાયરિંગ સમયે સ્કૂલ બસમાં 20 વિદ્યાર્થીઓ હતા સવાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સહારનપુર (Saharanpur) જિલ્લાના દેવબંદમાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં દેવબંદ વિસ્તારમાં એક સ્કૂલ બસ પર ગોળીબાર...
saharanpur firing   દેવબંદમાં બાળકોને લઈ જતી સ્કૂલ બસ પર ફાયરિંગ  પોલીસે તપાસ હાથ ધરી
Advertisement
  1. ઉત્તર પ્રદેશમાં સ્કૂલ બસ પર ફાયરિંગની ઘટના
  2. ફાયરિંગ સમયે સ્કૂલ બસમાં 20 વિદ્યાર્થીઓ હતા સવાર
  3. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સહારનપુર (Saharanpur) જિલ્લાના દેવબંદમાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં દેવબંદ વિસ્તારમાં એક સ્કૂલ બસ પર ગોળીબાર (Firing) થતાં હોબાળો મચી ગયો હતો. ફાયરિંગ (Firing) સમયે સ્કૂલ બસમાં 18 થી 20 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. ફાયરિંગ (Firing) થતાં જ વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. કોઈક રીતે વિદ્યાર્થીઓને સુવડાવીને તેમનો જીવ બચાવ્યો હતો. ફાયરિંગ (Firing) બાદ બસ પર ગોળીઓના નિશાન પણ જોવા મળ્યા હતા. આ પછી સ્કુલ મેનેજમેન્ટ અને બસ ડ્રાઈવર સાથે વિદ્યાર્થીઓના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને ઘટનાની જાણ કરી. હાલ પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

બસ વિદ્યાર્થીઓને ઉતારવા જતી હતી...

વાસ્તવમાં યુપીના સહારનપુર (Saharanpur)માં સ્કૂલ બસ પર ફાયરિંગ (Firing)નો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. બસ પર ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો જ્યારે તે વિદ્યાર્થીઓને શાળાએથી તેમના ઘરે પરત લઈ જઈ રહી હતી. સ્કૂલ બસ પર ફાયરિંગ (Firing) બાદ ગભરાટ ફેલાયો હતો. જોકે બસમાં મુસાફરી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. બસ ડ્રાઈવરની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે હુમલાખોરોની શોધ શરૂ કરી છે. સમગ્ર મામલો દેવબંદ કોતવાલી વિસ્તારનો છે.

Advertisement

આ પણ વાંચો : New Pension Scheme : પેન્શન પર મોદી સરકારનો મોટો નિર્ણય, UPS ને મંજૂરી...

Advertisement

બસ પર ગોળીઓના નિશાન...

મળતી માહિતી મુજબ, સર્વોદય જ્ઞાન પબ્લિક સ્કૂલની બસ રજાઓ બાદ વિદ્યાર્થીઓને પરત મૂકવા જઈ રહી હતી. મકબારા ગામ નજીક, બે મોટરસાયકલ પર સવાર પાંચ હુમલાખોરોએ બસ પર ગોળીબાર કર્યો. ગોળીઓ બસના બોનેટ અને બોડીમાં ઘૂસી ગઈ હતી. ફાયરિંગ (Firing) બાદ વિદ્યાર્થીઓમાં બૂમો પડી ગઈ હતી. ફાયરિંગ (Firing) કર્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સદનસીબે ફાયરિંગ (Firing)માં કોઈ વિદ્યાર્થીને ગોળી વાગી ન હતી. જ્યારે સ્કૂલ બસ પર ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું ત્યારે તેમાં 20 વિદ્યાર્થીઓ હતા.

આ પણ વાંચો : 2000 પાનાની ચાર્જશીટ, 150 સાક્ષીઓ... રેપ કેસમાં Prajwal Revanna ની મુશ્કેલીઓ વધી...

પોલીસે ગુનો નોંધ્યો...

ઘટના બાદ સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફ અને પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાર્યવાહીની માંગ કરી. આ પછી પોલીસે બસ ડ્રાઈવરની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. આ મામલાની માહિતી આપતાં એસપી દેહત સાગર જૈને કહ્યું કે હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે અને બસમાં મુસાફરી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. હુમલાખોરોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો : Jammu and Kashmir Encounter : સોપોરમાં સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર...

Tags :
Advertisement

.

×