Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા આયોજીત સામાન્ય સભા બની રહી પરિવાર સભા'!!

પોરબંદર જિલ્લા પંચાયત જાણે કે દલા તરવાડીનું ખેતર હોય તેવા દ્રશ્યો ગઈકાલે તા.23 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સામાન્ય સભામાં જોવા મળ્યા હતા અને આ સામાન્ય સભા જાણે કે પરિવાર સભા બની રહી હતી. આ સામાન્ય સભામાં વર્ષ 2022-23નું સુધારેલું 3.43કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ આ સામાન્ય સભામાં જેઓ જિલ્લા પંચાયતમાં કોઈ હોદ્દો કે સભ્યપદ ધરાવતાં નથી તેવા વ્યક્તિઓએ હાજર રહીને સભ્યની સીટ પ
પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા આયોજીત સામાન્ય સભા બની રહી પરિવાર સભા
પોરબંદર જિલ્લા પંચાયત જાણે કે દલા તરવાડીનું ખેતર હોય તેવા દ્રશ્યો ગઈકાલે તા.23 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સામાન્ય સભામાં જોવા મળ્યા હતા અને આ સામાન્ય સભા જાણે કે પરિવાર સભા બની રહી હતી. આ સામાન્ય સભામાં વર્ષ 2022-23નું સુધારેલું 3.43કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ આ સામાન્ય સભામાં જેઓ જિલ્લા પંચાયતમાં કોઈ હોદ્દો કે સભ્યપદ ધરાવતાં નથી તેવા વ્યક્તિઓએ હાજર રહીને સભ્યની સીટ પર બેસીને સવાલો પૂછતાં ચકચાર મચી હતી. 
સ્વરાજ્યની સંસ્થાની ગરિમાને ઝાંખપ લગાવી હતી
જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાની ઉપસ્થિતિમાં તેમના સસરા વિરમભાઈ કારાવદરા તથા આરોગ્ય સમિતિના ચેરમેન કારીબેન વરુની ગેરહાજરીમાં તેમના પતિદેવ જગમાલભાઈ વરુએ સવાલો પૂછીને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ગરિમાને ઝાંખપ લગાવી હતી.અહીં આ મામલે કશું બોલવાના બદલે કે પત્રકારોના સવાલોના જવાબ આપવાના બદલે ડીડીઓ નિનામાએ ચૂપચાપ ચાલતી પકડી લીધી હતી!
વર્ષ 2022-23નું સુધારેલુ બજેટ તેમજ 2022-24 વર્ષનું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું 
પોરબંદર જીલ્લા પંચાયત ખાતે ગઈકાલે યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ 2022-23નું સુધારેલુ બજેટ તેમજ 2022-24 વર્ષનું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું. પરંતુ જીલ્લા પંચાયતના સભ્ય ન હોવા છતાં સભામાં બે વ્યકિતએ બેસીને સામાન્ય સભામાં રજૂ થતાં પ્રશ્નો સામે દલીલો કરતા સભામાં ઉપસ્થિત પત્રકારો તથા અન્ય સભ્યો પણ આશ્ચર્યચકિત થયા હતા. પત્રકારોએ આ મુદ્દે ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારીને પ્રશ્ન પૂછતાં તેમણે જવાબ દેવાનું ટાળ્યું હતું અને હોલની બહાર નીકળી ગયા હતા.
2022-23નું પુરાંતવાળું 3.43 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું 
ઉલ્લેખનીય છે કે,પોરબંદર જિલ્લા પંચાયતમાં ગઈકાલે તા.23 ફેબુઆરીના રોજ યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ 2022-23નું પુરાંતવાળું 3.43 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જે પૈકી વિકાસકાર્યો માટે 1.28 કરોડનો ખર્ચ કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે,આરોગ્ય ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે વિકાસકામો કરવામાં આવશે.
સામાન્ય સભામાં  આરોગ્ય સમિતિના ચેરમેન કારીબેન વરુ કે જેઓ ગેરહાજર હતા
પરંતુ આ સામાન્ય સભામાં આરોગ્ય સમિતિના ચેરમેન કારીબેન વરુ કે જેઓ ગેરહાજર હતા તેમના બદલે તેમના પતિ જગમાલભાઈ વરુ ખૂદ સભ્યની સીટ પર બેસીને સભામાં બેસીને રજૂ થતાં પ્રશ્નો સામે દલીલો કરી જવાબ માંગતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાની ઉપસ્થિતિમાં તેમના જ સસરા વિરમભાઈ કારાવદરા કે જેઓ હાલ જિલ્લા પંચાયતમાં કોઈ હોદ્દો ધરાવતાં નથી તેઓ પણ સભ્યની સીટ પર બેસીને કેટલાંક મુદ્દે પ્રશ્નો કરી જવાબ માંગતા નજરે પડ્યા હતા! આ મામલે પત્રકારોએ ડીડીઓ બી.ડી. નિનામાને પ્રશ્ન પૂછતાં તેમણે કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું અને સભાખંડની બહાર નીકળી ગયા હતા. આ ઘટનાએ પોરબંદર શહેર અને જિલ્લામાં ચકચાર જગાવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.