Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે અરજીઓનો ખડકલો

ગુજરાતમાં વ્યાજ ખોરોના ત્રાસથી કેટલાય દેવાદારો આપઘાત કરી રહ્યા હોવાના પગલે પોલીસ વિભાગે વ્યાજખોરો સામે ડ્રાઈવ ઉપાડવામાં આવી છે જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોર અંગેની 282થી વધુ અરજીઓ આવી છે જેના પગલે પોલીસે અરજીઓના કામે બંને પક્ષોને સાંભળી સાચો ન્યાય કરવાની પ્રક્રિયા આરંભી છે અને બંને પક્ષોના નિવેદનો અને પુરાવાને ધ્યાને રાખ્યા બાદ તથ્ય લાગે તો ગુનો દાખલ કરી
જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે અરજીઓનો ખડકલો

ગુજરાતમાં વ્યાજ ખોરોના ત્રાસથી કેટલાય દેવાદારો આપઘાત કરી રહ્યા હોવાના પગલે પોલીસ વિભાગે વ્યાજખોરો સામે ડ્રાઈવ ઉપાડવામાં આવી છે જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોર અંગેની 282થી વધુ અરજીઓ આવી છે જેના પગલે પોલીસે અરજીઓના કામે બંને પક્ષોને સાંભળી સાચો ન્યાય કરવાની પ્રક્રિયા આરંભી છે અને બંને પક્ષોના નિવેદનો અને પુરાવાને ધ્યાને રાખ્યા બાદ તથ્ય લાગે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના પગલે વ્યાજખોરોને પણ ડરવાની જરૂર નથી તે સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.

Advertisement


પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર સામે ડ્રાઇવ શરૂ  કરાઇ  
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લાઓમાં ઉંચા વ્યાજે અને વગર લાઇસન્સે દેવાદારોને રૂપિયા આપી તેઓને ધાકધમકી આપવા સાથે માનસિક ત્રાસ અપાતો હોવાના કારણે ઘણા દેવાદારો આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા હતા જેને લઈને પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર મુક્તિ માટે ડ્રાઇવ ઉપાડવામાં આવી છે જેના પગલે ભરૂચ જિલ્લા પોલીસે પણ ભરૂચ જિલ્લામાં વ્યાજખોરો ઉપર તવાઈ બોલાવી હતી અને વ્યાજખોરોથી તણાવ મુક્ત રહેવા માટે ભરૂચ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા લીના પાટીલની અધ્યક્ષતામાં 53થી વધુ લોક દરબાર યોજવામાં આવ્યા હતા જેમાં લોકો સાથે લોકોની સમસ્યા સાંભળવાના પ્રયાસો શરૂ કર્યા હતા
જિલ્લામાં વ્યાજખોરો સામેની  પોલીસની  લાલ આંખ  
ભરૂચ જિલ્લામાં વ્યાજખોરો ઉપર ડ્રાયું શરૂ કરવામાં આવતા સૌપ્રથમ પોલીસે દેવાદારોની ફરિયાદના આધારે અને પુરાવાના આધારે ભરૂચ જિલ્લામાં લાઇસન્સ વિના ઊંચા વ્યાજે ધિરાણ કરનારા વ્યાજખોરોમાં 12 ગુના દાખલ કર્યા હતા. જેમાં 13 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં હજુ પણ 11 આરોપીઓ ભરૂચ સબજેલમાં હોવાની માહિતી સાંપડી રહી છે લોક દરબારમાં ઘણા લોકોની ફરિયાદો ઉઠી હતી કે ઘણા દેવાદારો પાંચથી સાત વર્ષ જૂના કોર્ટમાં ચાલી રહેલા કેસ અને સજા થઈ ગયેલા લોકો પણ ખોટી રીતે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી રહ્યા છે જેના પગલે ભરૂચ જિલ્લા પોલીસે પણ આ બાબતે જીણવટ ભરી તપાસ શરૂ કરી હતી અને કોઈપણ દેવાદારની સૌપ્રથમ અરજી લઈ બંને પક્ષોને સાંભળી ન્યાયના હિતમાં નિર્ણય કરવાની ડ્રાઈવ ઉપાડી છે જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં દેવાદારોની સૌપ્રથમ અરજી સ્વીકારવામાં આવે છે અને અરજીના કામે બંને પક્ષોને રૂબરૂ બોલાવવામાં આવે છે જેના કારણે દેવાદાર કેટલું સત્ય બોલે છે તે નક્કી કર્યા બાદ પોલીસ કાર્યવાહી કરી રહી છે જે વ્યાજખોરો માટે પણ રાહત રૂપી રહ્યું છે
પોલીસ મથકોમાં કુલ ૨૮૨ અરજીઓ આવી છે
ભરૂચ જિલ્લામાં વ્યાજખોરો ઉપર ચાલેલી ડ્રાઇવમાં તમામ પોલીસ મથકોમાં કુલ 282 અરજીઓ આવી છે જેમાં 189  અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને 93 અરજીઓનો નિકાલ કરવાની કવાયત ચાલી રહી છે સમગ્ર પ્રકરણમાં આજદિન સુધીમાં 12 ગુના દાખલ કર્યા છે અને 13 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને વ્યાજખોરોથી તણાવ મુક્ત રહેવા માટે પોલીસ વિભાગે પણ અત્યાર સુધીમાં ૫૩ જેટલા લોક દરબાર થકી લોકોના મંતવ્યો જાણ્યા છે અને દેવાદારોને સસ્તા દરે લોન મળે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે પોલીસે પણ ૧૬ જેટલા લોનમેળા યોજી 76 જેટલા  લોકોને 1 કરોડ 15 લાખ 20 હજાર સુધીની બેંકોમાંથી લોન અપાવી છે જેના કારણે દેવાદારોમાં પણ રાહત જોવા મળી રહી છે
વ્યાજખોરો પર ફરિયાદ થતાં કોર્ટમાં ચાલી રહેલા કેસના દેવાદારો પણ પોલીસના શરણે..?
ભરૂચ જિલ્લામાં વ્યાજખોરો ઉપર ડ્રાઈવ ઉપાડવામાં આવતા કેટલાય દેવાદારો વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે પોલીસ મથકે દોટ મૂકી રહ્યા છે જેમાં પાંચથી સાત વર્ષ પહેલા કોર્ટમાં ચેક રીટર્ન કેસ અને સજા થઈ ચૂકેલા દેવાદારો પણ પોલીસ પાસે ન્યાયની આશાએ આવી રહ્યા છે પરંતુ પોલીસએ પણ દેવાદાર અને વ્યાજખોર બંનેને રૂબરૂ બોલાવી સત્ય દિશામાં તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે
વ્યાજખોરોના ત્રાસથી ભરૂચ છોડી દેનાર દેવાદારએ અરજી કરી તો થયો તણાવ મુક્ત.. દેવું થયું માફ..?
કોરોના કાળમાં વેપાર ધંધામાં નુકસાન થતા ઉંચા વ્યાજે રૂપિયા લઇ દેવાદાર બનેલા વ્યક્તિએ વ્યાજખોરોની ધમકી અને ત્રાસથી ભરુચ છોડવું પડ્યું હતું અને તેઓ વડોદરાના ભાડાના મકાનમાં રહેતા હતા પરંતુ તેઓએ આ ડ્રાઈવમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી જે અરજીના કામે વ્યાજખોરો અને દેવાદાર બંને જણાને રૂબરૂ બોલાવી કાર્યવાહી કરતા તમામ પાંચ જેટલા વ્યાજખોરોએ એક દેવાદારનું તમામ દેવું માફ કર્યું હતું જેના કારણે દેવાદાર તણાવ મુક્ત થઈને આજે ભરુચમાં પુનઃસ્થાપિત થયો હોય જે ભરૂચ પોલીસે કરેલી કાર્યવાહી એક દેવાદાર માટે આર્શીવાદરૂપ સાબિત થઈ ગઈ છે
ભરૂચ પોલીસ દ્વારા લોક દરબાર અને લોન મેળા ઘણા દેવાદારો માટે આર્શીવાદરૂપ..?
ભરૂચ જિલ્લામાં દેવાદારોને આપઘાતથી બચાવવાના ભાગરૂપે પોલીસએ પણ વ્યાજખોરો ઉપર ડ્રાઈવ ઉપાડી હતી અને સાથે જ દેવાદારોને તણાવ મુક્ત કરવા માટે લોક દરબાર થકી લોકોના મંતવ્યો જાણ્યા હતા અને ઘણા દેવાદારોને સસ્તા વ્યાજે અને સરકારના નિયમ મુજબ લોન મળી શકે તે માટે ભરૂચ જિલ્લામાં બેંકો સાથે સંકલનમાં રહી ભરૂચ જિલ્લામાં ૭૬ લોકોને લોન મેળા થકી અનેક દેવાદારોને લોન અપાવી આત્મનિભર પણ બનાવવાના પ્રયાસો કર્યા છે
વ્યાજખોરો સામે કઈ કઈ ધારા હેઠળ કાર્યવાહી..
ભરૂચ જિલ્લામાં ઊંચા વ્યાજે રૂપિયા આપી દેવાદારોને આપઘાત કરવા સુધી ટોચરીગ કરનારા વ્યાજખોરો સામે ભરૂચ પોલીસે ખંડણી વ્યાજ ધીરધાર ધારા જાનથી મારી નાખવાની ધમકી સહિત વિવિધ આઈપીસીની કલમો હેઠળ કાર્યવાહી કરી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.