Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓલપાડમાં ઘરમાં પ્રગટાવેલા દીવાથી લાગી આગ, આખેઆખું ઘર બળીને ખાખ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદગામ ખાતે આવેલા નવાપરા ફળિયામાં પરિવાર શિવરાત્રીને લઈને ભંડારામાં ગયો હતો તે વેળાએ ઘરમાં કોઈ કારણોસર આગ લાગી ગયી હતી. ઘરમાં લાગેલી આગના કારણે આખે આખુ ઘર બળીને ખાખ થઇ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે બીજી તરફ સ્થાનિકોએ અને સરપંચ દ્વારા પરિવારને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદગામ àª
ઓલપાડમાં ઘરમાં પ્રગટાવેલા દીવાથી લાગી આગ  આખેઆખું ઘર બળીને ખાખ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદગામ ખાતે આવેલા નવાપરા ફળિયામાં પરિવાર શિવરાત્રીને લઈને ભંડારામાં ગયો હતો તે વેળાએ ઘરમાં કોઈ કારણોસર આગ લાગી ગયી હતી. ઘરમાં લાગેલી આગના કારણે આખે આખુ ઘર બળીને ખાખ થઇ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે બીજી તરફ સ્થાનિકોએ અને સરપંચ દ્વારા પરિવારને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
 
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદગામ ખાતે આવેલા નવાપરા ફળિયામાં રહેતા મંગાભાઈ સોમાભાઈ વસાવા ખેત મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શિવરાત્રીને લઈને ઘર બંધ કરીને પરિવાર  ભંડારામાં ગયો હતો તે દરમ્યાન રાત્રીના ૮ વાગ્યા બાદ ઘરમાં એકાએક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું. બીજી તરફ આગને લઈને આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. વધુમાં ઘરમાં મંદિરમાં પ્રગટાવેલા દીવાને લઈને ઘરમાં આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
ઘરમાં લાગેલી આગના કારણે આખેઆખું ઘર બળીને ખાખ થઇ ગયું હતું. ઘરનો તમામ સમાન તેમજ ઘરવખરી આ ઉપરાંત પરિવારે લીધેલી બાઈક પણ આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઇ ગયી હતી. આખેઆખું ઘર બળીને ખાખ થઇ જતા પરિવાર ચિતામાં મુકાયો હતો.
ઘર માલિક મંગાભાઈએ જણાવ્યું હતું કે ઘરમાં આગ લાગતા તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ ગયી હતી. ઘરમાં કોઈ વસ્તુ બચી નથી. અમને જેટલી સહાય મળે તો અમને રાહત થશે.
સરપંચ યોગેશ ભાઈ લીંબાચીયાએ જણાવ્યું હતું કે પરિવાર ઘરે હાજર ન હતું ત્યારે આ ઘટના બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ઘરમાં રહેલો તમામ સમાન બળીને ખાખ થઇ ગયો છે પરિવારના કોઈ પુરાવા પ્રૂફ પણ રહ્યું નથી. સરકાર પરિવારને રાહત આપે તે જરૂરી છે. પરિવાર પાસે ખાવા માટે અનાજ નથી રહ્યું, પહેરવા માટે કપડા નથી રહ્યા. જેથી સરકાર જેમ બને તેમ જલ્દી રાહત આપે તેવી માંગ છે.
આ પણ વાંચોઃ 

ભરૂચમાં બનશે દુનિયાનું સૌથી પહેલું દિવ્યાંગો માટેનું ઓલ્ડ એજ હોમ, લાયબ્રેરીથી લઇ સ્વિમિંગ પુલ સુધીની હશે સુવિધાઓ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.