Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bank Holiday March 2024 List: જાણો... માર્ચ 2024 માં કયા કયા દિવસે બેંકમાં રજા રહેશે ?

Bank Holiday March 2024 List: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આગામી મહિનો માર્ચમાં આવતી બેંક રજા (Bank Holiday) ઓની યાદી જાહેર કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના જણાવ્યા અનુસાર માર્ચ 2024 માં આશરે 14 દિવસો માટે બેંકમાં રજા...
bank holiday march 2024 list  જાણો    માર્ચ 2024 માં કયા કયા દિવસે બેંકમાં રજા રહેશે

Bank Holiday March 2024 List: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આગામી મહિનો માર્ચમાં આવતી બેંક રજા (Bank Holiday) ઓની યાદી જાહેર કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના જણાવ્યા અનુસાર માર્ચ 2024 માં આશરે 14 દિવસો માટે બેંકમાં રજા રહેશે. આથી કહી શકાય આ મહિના બેંકના કર્મચારીઓ ભરપૂર માત્રમાં રજાઓનો આનંદ માણી શકશે.

Advertisement

  • માર્ચ 2024 બેંક રજાઓના દિવસોની યાદી
  • માર્ચ 2024 માં લાંબી રજા ક્યારે છે?
  • શિવરાત્રીને લઈને કયા રાજ્યોમાં બેંકો બંધ રહે છે?

જોકે Bank Sector માં રજાઓની યાદી રાજ્ય સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નક્કી કરવામાં આવે છે. તો બીજી તરફ ઘણા રાજ્યોમાં બે વાર સતત ત્રણ-ત્રણ દિવસની રજા (Bank Holiday) ઓ રહેવાની છે. આ દિવસોમાં બધા રવિવાર, બીજો અને ચોથા શનિવાર, જાહેર રજાઓ અને કેટલીક પ્રાદેશિક રજાઓનો સમાવેશ થાય છે.

Bank Holiday March 2024 List

Bank Holiday March 2024 List

Advertisement

માર્ચ 2024 બેંક રજાઓના દિવસોની યાદી

ત્યારે માર્ચ 2024 માં ચપચાર કુટ તહેલાર, શિવરાત્રી, બિહાર સ્થાપના દિવસ, હોળી-ધુળેટી અને ગુડ ફ્રાઈડેના પ્રસંગે બેંકો બંધ (Bank Holiday) રહેશે.

માર્ચ 2024 માં લાંબી રજા ક્યારે છે?

માર્ચ 2024 માં 8 માર્ચ શુક્રવારના રોજ મહાશિવરાત્રી અને ત્યાર પછીના બીજો શનિવાર અને રવિવારના કારણે બેંકો બંધ (Bank Holiday) રહેશે.

Advertisement

શિવરાત્રીને લઈને કયા રાજ્યોમાં બેંકો બંધ રહે છે?

શિવરાત્રીને લઈને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જમ્મુ-શ્રીનગર, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ છે.

હોળીને લઈને કયા રાજ્યોમાં બેંકો બંધ રહે છે?

ત્રિપુરા, ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, જમ્મુ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બંગાળ, તેલંગાણા, મેઘાલય, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ (Bank Holiday) છે.

માર્ચ 2024 માં અન્ય રજાઓની યાદી

  • 26 માર્ચ 2024 (મંગળવાર) ના દિવસે યાઓસાંગ બીજો દિવસ/હોળી- ઓરિસ્સા, મણિપુર અને બિહારમાં બેંકો બંધ (Bank Holiday) રહેશે.
  • 27 માર્ 2024 (બુધવાર) ના દિવસે હોળી પર્વને લઈને બિહારમાં બેંકો બંધ (Bank Holiday) રહેશે.
  • 29 માર્ચ 2024 (શુક્રવાર) ના દિવસે ત્રિપુરા, આસામ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને શ્રીનગર સિવાય તમામ રાજ્યોમાં બેંકો બંધ (Bank Holiday) રહેશે.

આ પણ વાંચો: CBI On Akhilesh Yadav: ફરી એકવાર UP માં ખનન મામલે CBI એ અખિલેશ યાદવને પાઠવ્યું સમન્સ

Tags :
Advertisement

.