Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HOLI : હોલિકા પર્વનું આપણા જીવનમાં મહત્વ

HOLI 2024 : વર્ષ દરમિયા ઉજવાતા આપણા તહેવારો હંમેશા પોતાનામાં એક સંદેશ લઇને આવે છે. અસત પર સતનો વિજય એ હોળીના તહેવાર સાર છે. જેને દિવ્યતા સામે આસુરી શક્તિનો પરાજય તરીકે પણ જોવામાં આવે છે. જો કે તહેવારોનો બીજો એક...
holi   હોલિકા પર્વનું આપણા જીવનમાં મહત્વ

HOLI 2024 : વર્ષ દરમિયા ઉજવાતા આપણા તહેવારો હંમેશા પોતાનામાં એક સંદેશ લઇને આવે છે. અસત પર સતનો વિજય એ હોળીના તહેવાર સાર છે. જેને દિવ્યતા સામે આસુરી શક્તિનો પરાજય તરીકે પણ જોવામાં આવે છે. જો કે તહેવારોનો બીજો એક આશય માનવીને પ્રકૃતિની નજીક લઇ આવવાનો પણ છે. હોળી પાછળ એક પાછળ પૌરાણિક કથા છે, જેમાં આપણે પ્રહલાદની ભક્તિ, અને હોલિકાના દહન વિશે જાણીએ જ છીએ. પ્રસંગકથા બાદ શરૂ થયેલી હોલિકા દહનની પરંપરા પાછળ આધ્યાત્મની સાથે સાથે વેદ વિજ્ઞાન પણ સંકળાયેલા છે.

Advertisement

આહુતિ નવન્નેષ્ટિ યજ્ઞ તરીકે મનાય છે

હોળી એક તહેવાર કે પરંપરા માત્ર નથી, જો ધ્યાનથી વિચારીએ તો પર્યાવરણના આધારે શરીરનો તાલમેલ ગોઠવવાનો આ એક પર્વ છે. જે સમજવા સૌથી પહેલો વિચાર કરવો પડે કે, હોળીના તહેવારનો સમય શું છે. આ પર્વ બે રૂતુની શિશિરની ઠંડી અને ગ્રીષ્મની ગરમી વચ્ચે ફાગણ વસંત આવે છે. આ દરમિયાન વાતાવરણ પલટાય છે. શરીરમાં ઠંડીની ભરાયેલી સુસ્તી હોલિકા દહનની ગરમીથી દુર થાય છે. આ સાથે જ શિયાળામાં હવામાં વધેલા બેક્ટેરીયા અને વાયરલ પણ હોલિકા દહનની ગરમીમાં નાશ પામે છે. હોલિકા પ્રજ્વલિત કર્યા બાદ લોકો તેની પ્રદક્ષિણા કરે છે. અને તેમને વિવિધ સામગ્રી અર્પણ કરે છે. આ સામગ્રીમાં નવધાન હોય છે. જેની આહુતિ નવન્નેષ્ટિ યજ્ઞ તરીકે મનાય છે. અને કપુર હવા શુદ્ધ કરે છે.

Advertisement

હોલિકાદહન ઉદ્દીપક છે

આપણી પરંપરાઓ પાછળનું વેદ વિજ્ઞાન અદભુત છે. હોલિકા દહનના દિવસે ચણા, ધાણી અને ખજૂર ખાવાની પરંપરા છે. તેની પાછળ પણ કારણ જાણવા જેવું છે. આયુર્વેદ અનુસાર શિયાળાનો જામેલો કફ દૂર કરવા માટે ચણા અકસીર ગણાવાયા છે. જુવારની ધાણીમાં એન્ટિઓક્સિડંટ વધુ માત્રામાં હોય છે. જે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કાબૂમાં રાખે છે અને કફ પર નિયંત્રણ લાવે છે, સાથે જ પાચન પ્રક્રિયા વધુ સુધારે છે. આ સાથે ખવાતા ખજૂરમાં ભરપુર માત્રામાં ઝીંક અને મીનરલ્સ હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ તમામ સામગ્રીઓ ઋતુની કાયા પર જામેલી અસરને ઓગાળે છે. હોલિકાદહન ઉદ્દીપક છે જેનાથી કાયા ઋતુનો બદલાવ સુચારુ રુપે ગ્રહણ કરી શકે છે.

Advertisement

વસંત જીવનમાં ખીલી ઉઠે

હોલિકા દહનના બીજા દિવસે આપણે ધૂળેટી ઉજવીએ. યુવાની પ્રેરતા ધૂળેટી પર્વમાં અબીલ ગુલાલની છોળ, અને વિવિધ રંગોની ઊર્જા સાથે ગીત સંગીતનો તાલ હો છે, જે ઉત્સાહ વધારે છે અને સુસ્તી ઉડાડે છે. વાતાવરણની વસંત જાણે જીવનમાં ખીલી ઉઠે છે.

યજ્ઞ એટલે હોળી

ભવિષ્યપુરાણમાં દર્શાવ્યાં મુજબ હોળીને હોમ અને લોક સાથે સબંધ છે. હોમ એટલે યજ્ઞ અને લોક એટલે માનવ. માનવજાતિનાં કલ્યાણ માટે કરવામાં આવેલો યજ્ઞ એટલે હોળી. આધ્યાત્મિક ક્ષેત્રની વિશેષતા છે કે એ માત્ર વિજ્ઞાનથી નહીં પણ મનોવૈજ્ઞાનિક તર્કથી પણ સમૃદ્ધ છે.

હોળીનું આધ્યાત્મીક મહત્વ

હોળીની અંદર જેમ આપણે વાતાવરણની શુદ્ધિ માટે વિવિધ સામગ્રીઓ નાંખીએ છીએ તેની સાથે-સાથે આપણાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા જેવાં દોષોને હોમવાનો અહીં સંદેશ છે. એક રીતે કહી શકાય કે, હોળી પ્રગટાવવાની સાથે-સાથે સંસ્કારની જયોત પણ પ્રગટાવાય છે. પ્રહલાદની ભક્તિને યાદ કરાય છે. કારણ કે, જીવનમાં આ દોષોને તિલાંજલિ આપીને ભક્તિનો માર્ગ પકડીએ તો જ મનને શાંતિ મળે. અને તો જ ખરાં અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાય!

લેખક - અમી

આ પણ વાંચો --VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ જિલ્લા તંત્રને વધુ સક્ષમ બનાવતા માસ્ટર ટ્રેનર્સ

Tags :
Advertisement

.