Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GIRNAR: ભવનાથના મેળામાં આવતા નાગા બાવા શરીરે ભસ્મ કેમ લગાવે છે ?

GIRNAR : જુનાગઢ ગિરનાર (GIRNAR) તળેટીમાં આવેલ ભવનાથમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદાં જુદાં સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી ધખાવીને ભગવાન શંકરને રીઝવે છે. ગિરનાર(GIRNAR)ના મેળામાં અલગ અલગ રાજ્યોમાંથી લાખો ભક્તો ઉમટે છે ત્યારે...
girnar  ભવનાથના મેળામાં આવતા નાગા બાવા શરીરે ભસ્મ કેમ લગાવે છે
Advertisement

GIRNAR : જુનાગઢ ગિરનાર (GIRNAR) તળેટીમાં આવેલ ભવનાથમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદાં જુદાં સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી ધખાવીને ભગવાન શંકરને રીઝવે છે. ગિરનાર(GIRNAR)ના મેળામાં અલગ અલગ રાજ્યોમાંથી લાખો ભક્તો ઉમટે છે ત્યારે અહીં ધુણી ધખાવીને બઠેલા હજારો નાગા સાધુ સંતોના દર્શન માટેની પણ લોકોની ભારે મહેચ્છા જોવા મળતી હોય છે.

Advertisement

નાગા સાધુ સંતો શરીરે ફક્ત ભસ્મ લગાવી અને રુદ્રાક્ષ ધારણ કરીને વિવિધ મુદ્રામાં બેઠેલા જોવા મળે છે

ગિરનારમાં હાલ હજારો સાધુ સંતોનો જમાવડો છે. નાગા સાધુ સંતો શરીરે ફક્ત ભસ્મ લગાવી અને રુદ્રાક્ષ ધારણ કરીને વિવિધ મુદ્રામાં બેઠેલા જોવા મળે છે અને લોકો તેમના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ભવનાથના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે. ખાસ કરીને રવેડી સરઘસના દર્શન તેમજ રાત્રે નીકળતી દિગમ્બર સાધુઓની રવેડી ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે.

Advertisement

સંતો મહંતો પણ દેશભરમાંથી અહી આવ્યા

જૂનાગઢ મહાશિવરાત્રીને લઈ ગિરનાર તળેટી ખાતે સાધુ સંતોનો અખાડો જોવા મળે છે. જૂના અખાડા બુદ્ધગીરી મહંત સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મહાશિવરાત્રીએ લાખો લોકો સંતો મહંતોના દર્શન કરવા અલગ અલગ રાજ્યોમાંથી આવે છે. સંતો મહંતો પણ દેશભરમાંથી અહી આવ્યા છે.

શિવરાત્રીથી શિવરાત્રીએ જ દર્શન માટે બહાર આવતા મહાત્મા પણ આવે છે

મહાશિવરાત્રીનો મેળો એટલે કુંભમેળો કહેવાય છે. 12 મહિના બહારના નિકળતા હોય અને શિવરાત્રીથી શિવરાત્રીએ જ દર્શન માટે બહાર આવતા મહાત્મા પણ શિવરાત્રીએ જૂનાગઢ ગિરનાર તળેટીમાં આવે છે અને લાખો ભક્તોને તેમના દર્શન થાય છે.

બાવા સાધુ કપડાં નથી પહેરતા પણ ભભૂતીને પોતાના વસ્ત્ર માને છે

બુદ્ધગીરી મહંતે વધુમાં કહ્યું કે ભભૂતિ એ સાધુનો શણગાર છે. ભભૂતિ ત્યાગનું પાત્ર છે. ભગવાન શિવ પણ ભભૂતિને ધારણ કરે છે. મહાદેવ અને ભભૂતીનો અનોખો નાતો છે. બાવા સાધુ કપડાં નથી પહેરતા પણ ભભૂતીને પોતાના વસ્ત્ર માને છે. મહાદેવને ભભૂતી પ્રિય છે તેથી શરીર પર ભભૂતી લગાવી બાવા સાધુ મહાદેવની આરાધના કરતાં જોવા મળે છે.

આ પણ વાંચો----BHAVNATH MELA : 20 કિલો વજનની 10 હજાર રુદ્રાક્ષની માળા પહેરેલા આ ભભૂતધારી સંત આકર્ષણનું કેન્દ્ર બન્યા

આ પણ વાંચો---BHAVNATH : આજથી ભવનાથ ખાતે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ, લાખો શ્રદ્ધાળુઓનું ઉમટશે ઘોડાપુર

Tags :
Advertisement

.

×