Vadodara: હરણીમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, રાત્રે 2 વાગ્યા સુધી અભ્યાસ કર્યો અને...
- 17 વર્ષીય કિશોર 12 સાયન્સમાં કરતો હતો અભ્યાસ
- પરીક્ષાની ચિંતામાં આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ
- આપઘાત પહેલા વિદ્યાર્થીએ લખી હતી અંતિમ ચિઠ્ઠી
Vadodara: વિદ્યાર્થીઓમાં અત્યારે સહનશક્તિમાં ખુબ જ ઘટાડો થયો છે. નાની નાની વાતોમાં આત્મઘાતી પગલા ભરી દેતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આવી જ ઘટના વડોદરામાં હરણીમાં બની છે. વડોદરા શહેરના હરણીમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીએ પોતાની જીવનલીલા સંકેલી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે 17 વર્ષીય કિશોર 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad : રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી લાખો પડાવનાર ભેજાબાજ ઝડપાયો
અંતિમ ચિઠ્ઠીમાં હતાશા વિદ્યાર્થીએ જણાઈ હતી
ઘટનાની વાત કરવામાં આવે તો, રાત્રે બે વાગ્યા સુધી અભ્યાસ બાદ જીવ ટુંકાવ્યો હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યાનું કારણ જાણીએ તો ખરેખર ચિંતાની વાત એ છે કે, પરીક્ષાની ચિંતામાં આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આપઘાત પહેલા વિદ્યાર્થીએ અંતિમ ચિઠ્ઠી લખી હતી. અંતિમ ચિઠ્ઠીમાં વિદ્યાર્થી ભારે હતાશા હોવાનું જણાઈ આવ્યું હતું. નોંધનીય છે કે, અત્યારે હરણી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Sabarkantha : બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,89,722 બાળકોનાં આરોગ્યની ચકાસણી
હરણી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
પરીક્ષાના ટેન્શનના કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આખરે આ વિદ્યાર્થીને પરીક્ષાનું કેટલું ટેન્શન હશે તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે? શું અત્યારની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓ પર હાવી થઈ રહીં છે? જો હા, તો આમાં પરિવર્તન લાવવાની તાતી જરૂર વર્તાઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે આ વિદ્યાર્થીની આત્મહત્યાના કારણે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ સાથે સાથે બીજા વિદ્યાર્થીઓમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.