Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન વધુ લોકાભીમુખ બનાવવા સાંસદનો અનુરોધ

VADODARA : તાજેતરમાં શહેર પોલીસ કમિશનર સાથે સાંસદ અને ધારાસભ્યોની સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સાંસદ ડો. હેમાંગ જોષીએ લોકસભાની ચૂંટણી તેમજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન...
vadodara   કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન વધુ લોકાભીમુખ બનાવવા સાંસદનો અનુરોધ

VADODARA : તાજેતરમાં શહેર પોલીસ કમિશનર સાથે સાંસદ અને ધારાસભ્યોની સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સાંસદ ડો. હેમાંગ જોષીએ લોકસભાની ચૂંટણી તેમજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન કાયદા અને વ્યવસ્થાની સુંદર સંચાલન માટે પોલીસ તંત્રની કાર્યવાહીની પ્રશંસા કરી સાંસદે પોલીસ તંત્રને અભિનંદન આપ્યા હતા.

Advertisement

પોલીસ તંત્રને લગતા પ્રશ્નોના નિરાકરણને પ્રાધાન્ય

પોલીસ ભવનના કોન્ફરન્સ હોલ ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સહિતના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે આજે આયોજિત કરાયેલી પોલીસ સંકલન સમિતિની સંયુક્ત બેઠક બેઠકના નિષ્કર્ષ સંદર્ભે જાણકારી આપતા સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું કે, શહેરની સ્વયંસેવી સંસ્થાઓનો સહયોગ મેળવી આગામી દિવસોમાં શહેરમાંથી કોઈ પણ પ્રકાર ના વ્યસનો ના દુષણ દૂર કરવાં વિશેષ અભિયાન હાથ ધરી આ બદીના નિર્મૂલનની દિશામાં પ્રયાસ હાથ ધરાશે. સંકલન સમિતિ ની મિટિંગમાં ઉપસ્થિત શહેર , જિલ્લાના તમામ ધારાસભ્યોના વિસ્તારના પોલીસ તંત્રને લગતા પ્રશ્નોના નિરાકરણને પણ પ્રાધાન્ય આપવાને મુદ્દે મળેલી સંકલન સમિતિમાં યુવા સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો.

પોલીસ તંત્રને અભિનંદન

બેઠકમાં સાંસદે તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણી તેમજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન કાયદા અને વ્યવસ્થાની સુંદર સંચાલન માટે પોલીસ તંત્રની કાર્યવાહીની પ્રશંસા કરી સાંસદે પોલીસ તંત્રને અભિનંદન આપ્યા હતા.

Advertisement

નવા પ્રયોગો હાથ ધરવાનું આયોજન

દરમિયાન પોલીસ સંકલન સમિતિની મીટીંગ સંદર્ભે માહિતી આપતા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે, સાંસદે શહેર પોલીસ તંત્રને સાંકળતા કેટલાક મુદ્દાઓ બાબતે ધ્યાન દોર્યું છે. આ દિશામાં પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકની સુરક્ષા ને લગતા કેટલાક નવા પ્રયોગો પણ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત અધ્યતન ટેકનોલોજીની મદદથી પોલીસ વિભાગને વધુ મજબૂત બનાવી તેમાં પારદર્શિતા લાવી તેની અસરકારકતા વધારવા સાંસદે અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો -- ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે CR Patil ના આજે 4 વર્ષ પૂર્ણ

Advertisement

Tags :
Advertisement

.