ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી માટે મેરેથોન ચર્ચા
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)નું બ્યૂગલ ફુંકાઇ ગયું છે ત્યારે ભાજપ (BJP)દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ (Congress) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે મેરેથોન ચર્ચા ચાલી રહી છે. કમલમમાં બેઠકનો દોરગાંધીનગરના કમલમમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના અગ્રણીઓ હાજર છે અનà«
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)નું બ્યૂગલ ફુંકાઇ ગયું છે ત્યારે ભાજપ (BJP)દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ (Congress) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે મેરેથોન ચર્ચા ચાલી રહી છે.
કમલમમાં બેઠકનો દોર
ગાંધીનગરના કમલમમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના અગ્રણીઓ હાજર છે અને વિવિધ બેઠકોના ઉમેદવારોન નામો વિશે ચર્ચા ચાલી રહી છે.
દિલ્હીમાં પણ કોંગ્રેસની બેઠક
કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસમાં અગાઉ પ્રદેશ કક્ષાએ ચર્ચા થઇ ચુકી અને હાલ દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટીની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ બેઠકોમાં ઉમેદવારોના નામોને આખરી ઓપ અપાઇ રહ્યો છે. કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં અગાઉ 110 ઉમેદવારોના નામ નક્કી થયા હતા. આજે 70થી 80 નામો ફાયનલ કરાયા છે. છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તાનો વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ આ વખતે નવી રણનીતિ સાથે સત્તા હાંસલ કરવા માટે પ્રયાસ કરી રહી છે.
ભાજપમાં આજે 58 બેઠકો પર ચર્ચા
બીજી તરફ ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિનો આજે બીજો દિવસ છે. ગુજરાત ભાજપની ત્રણ દિવસીય ચૂંટણી સમિતિની બેઠકમા પહેલા દિવસે કુલ 13 જિલ્લાની 47 બેઠકો પર ચર્ચા થઈ હતી. હાલ આજે 15 જિલ્લાઓની 58 વિધાનસભા બેઠકો પર ભાજપ ચૂંટણી સમિતીની મીટીંગમાં ચર્ચા થઇ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ત્રણ દિવસની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે.
10 તારીખ સુધીમાં 182 ઉમેદવારોના નામોને મંજૂરી
ભાજપની ઉમેદવાર પસંદગીને લઈ અન્ય એક સૌથી મોટા સમાચાર પણ આવી રહ્યા છે. આગામી 9 અને 10 તારીખે દિલ્હીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે જેમાં રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તૈયાર થયેલી પેનલ અંગે દિલ્હીમાં ચર્ચા થશે અને આગામી 10 તારીખ સુધીમાં ભાજપના તમામ 182 ઉમેદવારોના નામોને આખરી મંજૂરી મળી શકે છે. 14 નવેમ્બર પહેલા ઉમેદવારોના નામોનું પહેલું લિસ્ટ જાહેર થઇ શકે છે.
હાલ આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા અને શહેરની 5 બેઠકો પર ચર્ચા મહદ અંશે પૂર્ણ થઇ ચુકી છે. હાલ મહેસાણા અને અમરેલી જિલ્લાની 12 બેઠકો પર ચર્ચા ચાલી રહી છે. ઉમેદવારોના નામ પર મનોમંથન ચાલી રહ્યું છે.