Hit And Run થી નિવૃત્ત પોલીસકર્મીનું મોત, કોન્સ્ટેબલનું ટેન્કરની અડફેટે મોત
- પોલીસમેનને ટેન્કર ચાલક ટક્કર મારીને થયો ફરાર
- પોલીસમેન પુત્રને ટિફિન આપવા માટે જતા હતા
- પોલીસ ટેન્કર ચાલકની શોધખોળ માટે કવાયત ગાથ ધરી
Vadodara Hit And Run Case : રાજ્યમાંથી વધુ એક ચોંકાવનારો હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. જોકે આ પહેલા આવો જ કેસ અમદાવાદના રિવરફ્રન્ટ પરથી સામે આવ્યો હતો. આ કેસમાં એક મહિલા પોલીસકર્મી જ્યારે પોતાના ઘર પરત ફરી રહી હતી, ત્યારે તેમની એક્ટિવાને એક કારચાલકે પાછળથી પૂરપાટે આવીને ટક્કર મારી હતી, તેના કારણે મહિલા રસ્તા પર ગંભીર હાલતમાં પડી હતી. જોકે આ કારચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. તેના કારણે મહિલાનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું.
પોલીસમેન પુત્રને ટિફિન આપવા માટે જતા હતા
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં થયેલા હિટ એન્ડ રન કેસ જેવો જ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક નિવૃત્ત પોલીસમેનનું કરુણ મોત નિપજ્યું છે. આ પોલીસમેનને એક સાવલી તાલુકામાં આવેલા સમયાલા રોડ ઉપરથી પોતાના પુત્રને ટિફિન આપવા માટે જતા હતા. ત્યારે અચાનક એક પૂરપાટે આવતા ટેન્કર દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી.
આ પણ વાંચો: પાર્કિંગકાંડ મુદ્દે સુરતમાં કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે વિવાદ
પોલીસ ટેન્કર ચાલકની શોધખોળ માટે કવાયત ગાથ ધરી
તો આ ટક્કર લાગવાથી પોલીસમેન દસપતસિંહ ભગસિંહ પરામાર ખુબ જ રીતે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમ છતા ટેન્કર ચાલક ઘટનાસ્થળ પર પોતાના ટેન્કરને ત્યજીને ફરાર થઈ ગયો હતો. જોકે હાલમાં, આ સમગ્ર મામલે સાવલી તાલુકા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. હાલમાં, પોલીસ ટેન્કર ચાલકની શોધખોળ માટે કવાયત ગાથ ધરી છે.
આ પણ વાંચો: પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર, 2000 ખાલી પદ માટે 4 સપ્તાહમાં થશે ભરતી