VADODARA : હિટ એન્ડ રન કેસમાં આરોપીઓના રેપીડ ટેસ્ટમાં થયો મોટો ખુલાસો
VADODARA : વડોદરામાં ગતરાત્રે કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે બેફામ ગતિએ આવતી કારની અડફેટે ત્રણ વાહનો આવ્યા હતા. જેમાં એક મહિલાએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. જ્યારે 6 જેટલા ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વચ્ચે મોટો ખુલાસો સામે આવ્યો છે. હિટ એન્ડ રન સમયે કાર ચલાવનાર રક્ષિત ચોરસિયા અને મિત્ર ચૌહાણે નશાકારક પદાર્થનું સેવન કર્યું હોવાનું કીટ થકી કરવામાં આવેલી રેપીડ ટેસ્ટના પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા આરોપીઓના વધુ મેડીકલ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. (HIT AND RUN CASE ACCUSED UNDER INFLUENCE OF SUBSTANCE - PRIMARY INVESTIGATION REVEALED - VADODARA)
મોજ મસ્તી કરવા માટે બંનેએ નશાકારક પદાર્થનું સેવન
વડોદરામાં ગતરોજ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 6 ને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, કાર ચલાવનાર રક્ષિત ચોરસિયા અને મિત્ર ચૌહાણે નશો કર્યો હોવાનું કીટ થકી કરવામાં આવેલી રેપીડ ટેસ્ટમાં સામે આવ્યું છે. તહેવાર પહેલા મોજ મસ્તી કરવા માટે બંનેએ નશાકારક પદાર્થનું સેવન કર્યું હોવાનું સપાટી પર આવ્યું છે. આ મામલે બંને આરોપીઓના વધુ મેડીકલ ટેસ્ટ કરાવવાની દિશામાં પોલીસે તજવીજ હાથ ધરી છે.
આજે સવારે ક્રાઇમ સીન મેનેજર સ્થળ પર પહોંચ્યા
આ નશાકારક પદાર્થ શું હતો, બંને તેને ક્યાંથી લઇને આવ્યા, બંને નશાના બંધાણી છે કે કેમ, સહિતના પ્રશ્નોના જવાબ મેળવવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવ માટે આજે સવારે ક્રાઇમ સીન મેનેજર સ્થળ પર પહોંચ્યા હતા. અને પુરાવાઓ એકત્ર કર્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : ત્રણ વાહનો ફંગોળ્યા બાદ કાર થોભી, ચાલકે લવારી કરી, 'Another Round'