Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rain: વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘાનું તાંડવ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ વચ્ચેભારે વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘાનું તાંડવ (Gujarat Monsoon)જોવા મળ્યું છે. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ (Red Alert)વચ્ચે ભારે...
gujarat rain  વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી
  1. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘાનું તાંડવ
  2. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ વચ્ચેભારે વરસાદ
  3. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘાનું તાંડવ (Gujarat Monsoon)જોવા મળ્યું છે. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ (Red Alert)વચ્ચે ભારે વરસાદ વરસ્યો હતો.અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ત્યારે અંબાલાલ પટેલે (Ambalal Patel)જણાવ્યું છે કે હજુ પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની સ્થિતિને લઈને જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના ભાગો વરસાદ(Gujarat Rain)ના કારણે જળમગ્ન બનશે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જશે અને જળપ્રલય જેવી સ્થિતિ સર્જાશે. ગામડાઓમાં વધારે સાવચેતી રહેશે.

Advertisement

આ જિલ્લાઓમાં થશે ભારેથી અતિ ભારે વરસાદ

અંબાલાલ પટેલે આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ(Gujarat Rain)ની આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે અમરેલી, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ હજી વરસાદની યથાવત રહેશે.

Advertisement

આ પણ  વાંચો -Gujarat: રાજ્યમાં તોફાની મેઘરાજાએ સર્જી તબાહી, જાણો ક્યાં કેટલો વરસ્યો મેઘો

રાજ્યમાં આગામી 3 કલાક ભારે

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરાઇ છે. સાંજે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે. કચ્છ, મોરબી, દ્વારકામાં ભારે વરસાદ વરસવાની આગાહી છે.. જામનગર, પોરબંદર, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે.

Advertisement

આ પણ  વાંચો -SURAT:ઉધના સ્ટેશન પર ટ્રેનના ડબ્બાં પાટા પરથી ઉતર્યા

આગામી ત્રણ કલાક 'ભારે

જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. જો બોટાદ, ભાવનગર, અમરેલીની વાત કરવામાં આવે તો ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાડી માહોલ યથવાત જ રહેશે. અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત , તાપી, ડાંગ, નવસારીમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ  વાંચો - Mahisagar: વરસાદમાં વૃક્ષો હટાવવા મંત્રી કુબેર ડીંડોરે જાતે કુહાડી હાથમાં લીધી

અત્યાર સુધીમાં લગભગ 1700 લોકોને બચાવી લેવાયા

ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિકસેલું ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાત તરફ આવ્યું હતું અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે અમે દરેક જિલ્લામાં NDRF અને SDRF તૈનાત કર્યા છે અને હવે અમે આર્મીને પણ સ્ટેન્ડબાય રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી થયેલા વરસાદને કારણે એક ટ્રેક્ટર વહી ગયું હતું. મોરબી જીલ્લામાં બનલી આ ઘટનામાં 18-20 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 10ને બચાવી લેવામાં આવ્યા છે અને 8 હજુ પણ લાપતા છે. બીજી તરફ નર્મદા ડેમ પણ લગભગ ભરાઈ ગયો છે.. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે.ચોમાસામાં અત્યાર સુધીમાં લગભગ 1700 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 99 લોકોના મોત થયા છે.

Tags :
Advertisement

.