Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambalal Patel : આગ ઓકતી ગરમી વચ્ચે ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી

રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. અતિશય ગરમી પડતા રાજ્યમાં હિટસ્ટ્રોકના (heatstroke) કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગે પણ રાજ્યમાં જિલ્લા પ્રમાણે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. ત્યારે હવે આગ ઓકતી ગરમીથી રાહત આપે...
ambalal patel   આગ ઓકતી ગરમી વચ્ચે ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી

રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. અતિશય ગરમી પડતા રાજ્યમાં હિટસ્ટ્રોકના (heatstroke) કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગે પણ રાજ્યમાં જિલ્લા પ્રમાણે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. ત્યારે હવે આગ ઓકતી ગરમીથી રાહત આપે એવા સમાચાર આવ્યા છે. હવામાન જાણકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) વરસાદને લઈ મહત્ત્વની આગાહી કરી છે.

Advertisement

20 થી 30 જૂન વચ્ચે વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના

હવામાન જાણકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે 8 થી 14 જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન (pre-monsoon) એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે. જ્યારે 20 થી 30 જૂન વચ્ચે વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું કે, જુલાઈ-ઓગસ્ટમાં રાજ્યમાં ચોમાસું (monsoon) ભરપૂર રહેશે તેવી શક્યતા છે. 4 જૂને રાજ્યના સુરત, વલસાડ અને મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.

આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 42 થી 46 ડિગ્રી સુધીનું તાપમાન નોધાયું છે. અમુક સેન્ટર એવા છે કે જ્યાં તાપમાન 45 ડિગ્રી કરતા પણ ઊંચું નોંધાયું છે. અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં તો તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું છે. રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં રેડ (Red), યલો (Yellow) અને ઓરેન્જ (Orange) એલર્ટ અપાયું છે. ત્યારે ગુજરાતના 16 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) 45.8 અને ગાંધીનગરમાં (Gandhinagar) 45.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

આ પણ વાંચો - weather Forecast : આનંદો… કાળઝાળ ગરમીથી જલદી મળશે રાહત! હવામાન નિષ્ણાતે કરી આગાહી

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: ગરમીએ તોડ્યો 127 વર્ષનો રેકોર્ડ, જાણો આગામી દિવસોમાં ક્યાં પહોંચશે તાપમાન ?

આ પણ વાંચો - Heatwaves :રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર,અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ

Tags :
Advertisement

.