Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોધરા પાલિકાની લાલિયાવાડી આવી સામે, મુવાડા ગામમાં રહીશોની હાલત કફોડી

રહીશો પીવાના પાણી માટે ખૂબ જ રઝળપાટ કરી રહ્યા કાદવ કીચડના કારણે બાળકો બીમાર પડે છે હેન્ડપમ્પમાં દુષિત પાણી આવી રહ્યું છે Godhra Municipality : Godhra નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલા મુવાડા ગામમાં આંતરિક રસ્તા, સ્ટ્રીટ લાઈટ, નળ...
ગોધરા પાલિકાની લાલિયાવાડી આવી સામે  મુવાડા ગામમાં રહીશોની હાલત કફોડી
  • રહીશો પીવાના પાણી માટે ખૂબ જ રઝળપાટ કરી રહ્યા

  • કાદવ કીચડના કારણે બાળકો બીમાર પડે છે

  • હેન્ડપમ્પમાં દુષિત પાણી આવી રહ્યું છે

Godhra Municipality : Godhra નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલા મુવાડા ગામમાં આંતરિક રસ્તા, સ્ટ્રીટ લાઈટ, નળ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નહિં મળતી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ચોમાસામાં કાચા માર્ગ અને કાદવ કીચડના કારણે વાહન લઈ કે ચાલતા નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે અહીં વસવાટ કરી રહેલા નાગરિકોની હાલત ખૂબ કફોડી બની છે.

Advertisement

કાદવ કીચડના કારણે બાળકો બીમાર પડે છે

Godhra શહેર ફરતે પસાર થતાં બાયપાસ હાઇવે માર્ગ ઉપર મુવાડા ગામ આવેલું છે. આ ગામનો Godhra નગરપાલિકા વોર્ડ નંબર 1 માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામમાં મહત્તમ શ્રમિક પરિવારો વસવાટ કરી રહ્યા છે. ગામના રહીશોના જણાવ્યા મુજબ અહીં આંતરિક રસ્તાની ખૂબ જ તકલીફ છે. તેના અંતર્ગત કાદવ કીચડના સામ્રાજ્ય વાળો માર્ગ છે, જેના ઉપરથી હાલ વિદ્યાર્થીઓ શાળાએ જવા અને સ્થાનિકો પોતાના કામકાજ સ્થળે જવા મજબુર બન્યા છે. કાદવ કીચડના કારણે બાળકો બીમાર પડે છે. શાળા માટે જતા બાળકોના કપડાં કાદવવાળા થાય છે.

આ પણ વાંચો: વીંછિયા તાલુકાના 700 વીઘામાં નકલી દવાના છંટકાવથી કપાસનો પાક નિષ્ફળ

Advertisement

રહીશો પીવાના પાણી માટે ખૂબ જ રઝળપાટ કરી રહ્યા

અહીં મત લેવા આવ્યા બાદ પદાધિકારીઓ કોઈ ધ્યાન આપતાં નથી, એવો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. તે ઉપરાંત ખુલ્લી હાઈ લેવલ કેનાલ છે, જેના ઉપર કોઈ સુરક્ષા નહીં હોવાથી કેનાલની આસપાસ રમતા બાળકો કેનાલમાં પડી જશે. તેવો ભય સતત માતા-પિતાને સતાવે છે. જેથી આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા ઉગ્ર માંગ ઉઠી છે.મુવાડા ગામના રેલ ફળિયા અને આજુબાજુના વિસ્તારમાં રહેતાં નાયક સમાજના રહીશો પીવાના પાણી માટે ખૂબ જ રઝળપાટ કરી રહ્યા છે.

Advertisement

હેન્ડપમ્પમાં દુષિત પાણી આવી રહ્યું છે

અહીં નગરપાલિકા દ્વારા પાણીની સુવિધા માટે હેન્ડપમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હેન્ડપમ્પમાં દુષિત પાણી આવી રહ્યું છે. જેથી રહીશો દોઢ કિલોમીટર દૂર આવેલા હેન્ડપમ્પમાંથી પાણી લાવવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિમાંથી મુક્તિ માટે મહિલાઓ પીવાના પાણી માટે યોગ્ય સુવિધા અને આંતરિક માર્ગ બનાવવાની માંગણી કરી રહ્યા છે અને રોડ નહિં તો વોટ નહિં એવા સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

આ પણ વાંચો: VADODARA : ગેરકાયદેસર વિજ કનેક્શનથી બેનર ઝગમગાવવું જીવલેણ સાબિત થયું

Tags :
Advertisement

.