Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dwarka: શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર પાણી પાણી..

જામ ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને પગલે જન જીવન પ્રભાવિત રવિવાર રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે Dwarka: દ્વારકા(Dwarka) જિલ્લાના ખંભાળિયા શહેરમાં સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર(Rainfall) બેટિંગ કરી, જેના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ખંભાળિયામાં...
dwarka  શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર પાણી પાણી
  1. જામ ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ
  2. ધોધમાર વરસાદને પગલે જન જીવન પ્રભાવિત
  3. રવિવાર રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે

Dwarka: દ્વારકા(Dwarka) જિલ્લાના ખંભાળિયા શહેરમાં સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર(Rainfall) બેટિંગ કરી, જેના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ખંભાળિયામાં ધોધમાર વરસાદના કારણે અંદાજિત બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેનાથી ચાર રસ્તા, નગરગેટ, જોધપુરગેટ, અને રામનાથ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. વિરામ બાદ ફરીથી મેઘરાજાની તોફાનિય બેટિંગના કારણે શહેરના રસ્તાઓ પર ધસમસતા પાણીના પુર વહેતા થતા જોવા મળ્યા.

Advertisement

ખંભાળિયાના રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ

શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે, અને લોકો ઘરની બહાર નીકળવામાં અચકાઈ રહ્યા છે. ખંભાળિયા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિને કારણે સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Bharuch:રેડ એલર્ટ વચ્ચે નર્મદાની જળ સપાટીમાં ઘરખમ વધારો!

પાણીમાં ફસાયેલાં લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા

બે દિવસથી સતત વરસાદના કારણે દ્વારકાનો ભદ્રકાલી ચોક,ઈસ્કોન ગેટ અને દ્વારકા મંદિર સંચાલિત આરામગૃહ વિસ્તાર વરસાદી પાણી ભરાવાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. લોકોના ઘરોના ગેટ અને દરવાજા પણ પાણીમાં ગરકાવ થયા હતા.

Advertisement

આ પણ  વાંચો -Gujarat માં ભારે વરસાદને લઈને તંત્રની તડામાર તૈયારીઓ

ભદ્રકાલી ચોક, ઇસ્કોન ગેટ અને આરામગૃહ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત

યાત્રાધામ દ્વારકામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસતા વરસાદ બાદ રવિવારે સવારથી જ અચાનક વાદળ ફાટતા જેવી પરિસ્થિતિમાં વરસાદી પાણી વરસ્યું હતું. જેના કારણે દ્વારકાના અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. દ્વારકાના મુખ્ય એવા ભદ્રકાલી ચોક ખાતે પાણી ભરાઈ ગયા હતા. દ્વારકાના મુખ્ય માર્ગ ઇસ્કોન ગેઈટ તથા ગુરુદ્વારા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા. લોકોની દુકાનો અંદર તેમજ બેન્ક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેન્કમાં પાણી ભરાવાથી મુદ્દામાલનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવી શકાય.

Tags :
Advertisement

.