Elvish Yadav : યુટ્યૂબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી! સાપના ઝેર કેસમાં 1200 પાનાંની ચાર્જશીટ દાખલ
યુટ્યૂબર એલ્વિશ યાદવની (Elvish Yadav) મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં અને રૂ. 50 હજારના જામીન પર જેલમાંથી છૂટ્યા પછી પણ તે કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. ત્યારે હવે રેવ પાર્ટી અને સાપનાં ઝેર સપ્લાય કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. નોઈડા પોલીસે (Noida Police) એલ્વિશ યાદવ સહિત 8 અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. નોઈડા પોલીસે યુટ્યૂબર એલ્વિશ વિરુદ્ધ માત્ર 10-20 નહીં, પરંતુ 1200 પાનાંની ચાર્જશીટ (chargesheet) દાખલ કરી છે. આ ચાર્જશીટમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ અનેક પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
એલ્વિશ યાદવ સામે 1200 પાનાંની ચાર્જશીટ
નોઈડા પોલીસે યુટ્યૂબર એલ્વિશ યાદવ (Elvish Yadav) વિરુદ્ધ ચાલી રહેલા સાપનાં ઝેરનાં દાણચોરીના કેસમાં 1200 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. તેમ જ આ કેસમાં એલ્વિશ સહિત કુલ 8 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં સુરજપુર કોર્ટમાં (Surajpur court) એલ્વિશનાં સાપેરાઓ સાથેનાં જોડાણને લઈને ઘણા પૂરાવા રજૂ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ચાર્જશીટમાં 24 સાક્ષીઓનાં નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. એલ્વિશ યાદવ સામે નોંધવામાં આવેલી એનડીપીએસ કલમ 8/22/29/30/32 ના આધારે પૂરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે.
Uttar Pradesh: Noida police have filed a chargesheet against Big Boss OTT winner Elvish Yadav and 7 others in the allegations ranging from snake smuggling to organizing rave parties. The charge sheet said that Elvish was in touch with the snake charmers, a poisonous snake and 20…
— ANI (@ANI) April 6, 2024
નોઇડા પોલીસ નોઇડા અને ગુરુગ્રામ સહિત દેશભરમાં નોંધાયેલા કેસોની માહિતી એકત્રિત કરી રહી છે. જયપુર લેબમાંથી સાપનાં ઝેરની પુષ્ટિ કરતો રિપોર્ટ પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યો છે. CAS સંબંધિત વીડિયો, કોલ ડિટેલ્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક પૂરાવાઓને આધાર બનાવવામાં આવ્યા હતા.
એલ્વિશ યાદવનો વિવાદ
જણાવી દઈએ કે, યુટ્યૂબર એલ્વિશ યાદવ વિરુદ્ધ નવેમ્બર મહિનામાં FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં એલ્વિશ યાદવ સહિત ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. એલ્વિશ યાદવ સાપના ઝેરની દાણચોરીના કેસમાં છેલ્લા 5 દિવસથી ગૌતમ બુદ્ધ નગરની (Gautam Buddha Nagar) બક્સર જેલમાં બંધ હતો.
આ પણ વાંચો - Elvish Yadav Bail: 5 દિવસ જેલમાં પસાર કર્યા બાદ Elvish Yadavને મળ્યા જામીન
આ પણ વાંચો - Elvish Yadav News Update: એલ્વિશ યાદવને મળ્યા જામીન, 5 દિવસ પછી લકસર જેલમાંથી બહાર આવશે
આ પણ વાંચો - Elvish Yadav Case : સ્નેક વેનમ કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ, એલ્વિશ સાથે કનેક્શન…