Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાહોદમાં બાઇક સવાર દંપતીને માર મારી લૂંટ, મહિલાનું મોત 

અહેવાલ--સાબિર ભાભોર, દાહોદ દાહોદ જિલ્લામાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં બાઈક ઉપર જઈ રહેલા દંપતીને રાત્રિના સમયે આંતરી દંપતીને માર મારી લૂંટ ચલાવી લૂંટારા ફરાર થયા હતા. જેમાં મહિલાનું મોત નીપજયું છે. સમગ્ર ઘટનાક્રમ શંકાસ્પદ જણાતા...
દાહોદમાં બાઇક સવાર દંપતીને માર મારી લૂંટ  મહિલાનું મોત 
અહેવાલ--સાબિર ભાભોર, દાહોદ
દાહોદ જિલ્લામાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં બાઈક ઉપર જઈ રહેલા દંપતીને રાત્રિના સમયે આંતરી દંપતીને માર મારી લૂંટ ચલાવી લૂંટારા ફરાર થયા હતા. જેમાં મહિલાનું મોત નીપજયું છે. સમગ્ર ઘટનાક્રમ શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
લૂંટ વિથ મર્ડરનો કિસ્સો
દાહોદ જિલ્લામાં આજે સતત ચોથા દિવસે પાંચમી હત્યાનો કિસ્સો સામે આવતા સમગ્ર જિલ્લા માં ખળભળાટ મચી ગયો છે.  પોલીસથી બેખોફ બની ગુનાખોરીના કિસ્સા વધતાં જોવા મળી રહ્યા છે. આજે લૂંટ વિથ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ગામનો શૈલેષ ડામોર પત્ની લલિતાબેન સાથે સાળી ને ત્યાથી પરત પોતાના ઘરે બાઇક ઉપર આવી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના સમયે શૈલેષે પોતાના પરિવારજનોને ફોનથી સપર્ક કરી જણાવ્યુ હતું.  મોટીમહુડી ખાતે સુમસાન રસ્તા ઉપર અજાણ્યા લૂંટારા તેમને રોકી બંને પતિ પત્ની ને માર મારી શરીર ઉપર પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટ કરી ફરાર થઈ ગયા છે જેને પગલે તેમના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પતિ પત્નીને સારવાર અર્થે લીમડી લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે દાહોદ ખાતે રિફર કર્યા હતા જ્યાં ડોક્ટરો એ લલિતાબેન ને મૃત જાહેર કરી હતી અને શૈલેષ ને ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડાયો હતો બનાવ ની જાણ પોલીસ ને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
લૂંટનો ઘટનાક્રમ શંકા ઉપજાવે તેવો
બનાવની ગંભીરતાને લઈ એલસીબી એસઑજી સહિતની પોલીસ ટીમો કામે લાગી હતી અને પ્રાથમિક પૂછપરછમાં પોલીસને સમગ્ર મામલો શંકાસ્પદ લાગી રહ્યો હતો જેને પગલે જિલ્લા પોલીસ વડા, એલસીબી એસઓજી તેમજ ડોગ સ્કવોડ સહિત ની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોચી હતી અને ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.  જેમાં રોડની બાજુના ખાડામાં બાઈક પડેલું હતું તેમજ નજીકના ડુંગરમાં ઝાડીઓ વચ્ચે લલિતાબેનના ચાંદીના અને સોનાના દાગીના ડોગ સ્કવોડે શોધી કાઢ્યા હતા એટ્લે સમગ્ર લૂંટનો ઘટનાક્રમ શંકા ઉપજાવે તેવો જણાઈ રહ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામે ઝીણવટભરી તપાસ હાથ ધરી સારવાર લઈ રહેલ શૈલેષ ભાન માં આવે ત્યારપછી વધુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.