West Bengal Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળની અંદર વધુ એકવાર ભાજપના સૂપડા સાફ
West Bengal Lok Sabha Election 2024: ભારત સરકારે 11 માર્ચ 2024 ના રોજ CAA નિયમ સમગ્ર દેશમાં અમલમાં મૂક્યો હતો. જે બાદ ઘણા રાજ્યોમાં લોકોને ભારતીય નાગરિકતા પણ આપવામાં આવી હતી. જોકે, West Bengalમાં ચૂંટણી પહેલા CAA નો અમલ કરવો એ BJP માટે સમસ્યા બની ગઈ છે. વાસ્તવમાં West Bengalમાંથી મતગણતરીનાં દિવસે જે આંકડાઓ બહાર આવી રહ્યા છે તે BJP ની તરફેણમાં નથી.
એક્ઝિટ પોલના આંકડાઓ તદ્દન ખોડા સાબિત થયા
UCC, NRC અને CAA દેશમાં લાગુ થવા દેશે નહીં
અનેક નેતાઓ હાલમાં પણ CAA નો વિરોધ કરી રહ્યા
તો West Bengal ના 42 લોકસભા બેઠકવાળા રાજ્યમાં TMC 29 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી છે. તો BJP ને West Bengal ની અંદર માત્ર 10 બેઠકો પર જીત મળી છે. તો કોંગ્રેસના ભાગમાં માત્ર 2 બેઠકો આવી છે. તો કોંગ્રેસની હારનું કારણ મમતા બેનર્જીએ INDIA Alliance સાથે લોકસભાની બેઠક વહેંચણી કરી ન હતી, તે સાબિત થઈ રહ્યું હતું.
એક્ઝિટ પોલના આંકડાઓ તદ્દન ખોડા સાબિત થયા
જોકે બે દિવસ પહેલા આવેલા એક્ઝિટ પોલમાં આવેલા આંકડા ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા બિલકુલ અલગ છે. એક્ઝિટ પોલમાં BJP ને રાજ્યમાં 28 થી 31 બેઠકો મળતી જોવા મળી હતી. જ્યારે TMC ને 11 થી 14 બેઠકો મળી હતી. તો જ્યારે આજરોજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા આંકડાઓ અનુસાર સ્પષ્ટ થઈ ગયું છે, એક્ઝિટ પોલના આંકડાઓ તદ્દન ખોડા સાબિત થયા છે.
UCC, NRC અને CAA દેશમાં લાગુ થવા દેશે નહી
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ, BJP ના મજબૂત ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર બાલુરઘાટ બેઠક પર તેમના પ્રતિસ્પર્ધી TMCના બિપ્લબ મિત્રાથી 4,855 મતથી પાછળ છે. West Bengal ની આસનસોલ બેઠક પર BJP ના ઉમેદવાર એસએસ અહલુવાલિયા તેમના નજીકના હરીફ TMCના શત્રુઘ્ન સિંહા કરતાં 6,956 મતથી આગળ છે. TMC ના ઉમેદવાર અરૂપ ચક્રવર્તીએ બાંકુરા લોકસભા બેઠક પરથી BJP ના ઉમેદવાર અને વર્તમાન સાંસદ સુભાષ સરકાર પર 3,765 મતની લીડ મેળવી છે. West Bengal ના સીએમ મમતા બેનર્જીએ ઈદના અવસર પર એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે તેઓ UCC, NRC અને CAA દેશમાં લાગુ થવા દેશે નહી. જોકે મમતા બેનર્જી ઉપરાંત અનેક નેતાઓ હાલમાં પણ CAA નો વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Lok Sabha Election : Rahul Gandhi એ કર્યું Tweet, જાણો જનતા વિશે શું કહ્યું…