Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WCL 2024 : ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, યુવરાજ સિંહની સુકાનીમાં ટીમ બની 'Champion'

WCL 2024 : લંડન ખાતે ગઈકાલે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મહામુકાબલો ભારત અને પાકિસ્તાનનાં (India vs Pakistan) દિગ્ગજો વચ્ચે રમાયો હતો, જેમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું. સ્ટાર ઓલરાઉન્ડ ખેલાડી યુવરાજ...
wcl 2024   ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી  યુવરાજ સિંહની સુકાનીમાં ટીમ બની  champion

WCL 2024 : લંડન ખાતે ગઈકાલે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મહામુકાબલો ભારત અને પાકિસ્તાનનાં (India vs Pakistan) દિગ્ગજો વચ્ચે રમાયો હતો, જેમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું. સ્ટાર ઓલરાઉન્ડ ખેલાડી યુવરાજ સિંહની (Yuvraj Singh) કપ્તાનીમાં ભારતીય લિજેન્ડ્સની ટીમે 5 બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને પાકિસ્તાનને હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં પાકિસ્તાનનાં કેપ્ટન યુનિસ ખાને (Younis Khan) ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રનનો લક્ષ્ય ભારતીય ટીમને આપ્યો હતો. પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય દિગ્ગજ ટીમ માટે અંબાતી રાયડુ અને રોબિન ઉથપ્પાએ સારી શરૂઆત કરી હતી.

Advertisement

જો કે, રોબિન ઉથપ્પા (Robin Uthappa) માત્ર 10 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. પરંતુ, ત્યાર બાદ અંબાતી રાયડુએ પાકિસ્તાની દિગ્ગજ બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી હતી. રાયડુએ 30 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 5 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રાયડુ સિવાય ગુરકીરત સિંહ માને પણ ટીમ ઈન્ડિયા માટે 33 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું.

Advertisement

ટ્રોફી સાથે દિગ્ગજ ક્રિકટેર્સ

યુસુફ પઠાણે પાકિસ્તાની બોલરો ઘૂંટણીએ પાડી દીધા

અંબાતી રાયડુ ( Ambati Rayudu) અને ગુરકીરત સિંહ માન બાદ ક્રિકેટરથી સાંસદ બનેલા અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે પોતાની ધમાકેદાર બેટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. યુસુફ પઠાણે (Yusuf Pathan) માત્ર 16 બોલમાં તાબડતોબ 30 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં પઠાણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો પણ ફટકાર્યો હતો. જ્યારે, કેપ્ટન યુવરાજ સિંહે 15 રન અને ઇરફાન પઠાણે 5 રનનું યોગદાન આપ્યું હતું.

Advertisement

યુવરાજ સિંહની કેપ્ટનશીપમાં ટીમ ચેમ્પિયન બની

ફ્લોપ રહી પાકિસ્તાનની બેટિંગ

ખિતાબની (WCL 2024) લડાઈમાં ભારત સામે પાકિસ્તાનાં (India vs Pakistan) દિગ્ગજોની બેટિંગ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. શોએબ મલિક સિવાય પાકિસ્તાનનો અન્ય કોઈ ખેલાડી સારો સ્કોર કરી શક્યો નહોતો. શોએબ મલિકે 36 બોલમાં સૌથી વધુ 41 રન ફટકાર્યા હતા. આ સિવાય કામરાન અકમલ એકમાત્ર એવો બેટ્સમેન હતો જે થોડો સમય ક્રિઝ પર રહ્યો હતો. તેણે 24 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે સૌથી વધુ 3 વિકેટ અનુરિત સિંહે લીધી હતી. જ્યારે વિનય કુમાર, નેગી અને ઇરફાન પઠાણે (Irfan Pathan) 1-1 વિકેટ ઝડપ્યા હતા.

આ પણ વાંચો - ZIMBABWE સામે 10 વિકેટથી વિશાળ જીત મેળવી ભારતની યુવા બ્રિગેડે SERIES પોતાના નામે કરી

આ પણ વાંચો - Blood Cancer : ભૂતપૂર્વ ભારતીય કોચની બ્લડ કેન્સર સામે લડત, કપિલ દેવે કહ્યું હું મારા તફથી આ…

આ પણ વાંચો - જુઓ..વિવ રિચર્ડ્સ અને નીના ગુપ્તાનો આ થ્રો બેક VIDEO

Tags :
Advertisement

.