Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતના સ્ટાર ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને પોતાની નિવૃત્તિની જાણકારી આપી છે. રોબિન તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તે બંને ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, મારા દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે. જો કે, બધી સારી બાà
રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
ભારતના સ્ટાર ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને પોતાની નિવૃત્તિની જાણકારી આપી છે. રોબિન તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તે બંને ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, મારા દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે. જો કે, બધી સારી બાબતોનો અંત આવવો જ જોઈએ અને કૃતજ્ઞ હૃદય સાથે હું ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આપ સૌનો આભાર.
રોબિન ઉથપ્પાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'હું 20 વર્ષથી પ્રોફેશનલ ક્રિકેટ રમી રહ્યો છું. આ દરમિયાન મને ભારત અને મારા રાજ્ય કર્ણાટક માટે રમવાનું મળ્યું. આ મારા માટે ગર્વની વાત છે. મારી યાત્રા સુંદર રહી છે. ત્યાં ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ દરેક સારી વસ્તુનો અંત હોય છે. એટલા માટે મેં ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. ઉથપ્પાએ આગળ લખ્યું, 'હું મુંબઈ ઈન્ડિયન્સ, આરસીબી, પુણે અને રાજસ્થાનનો પણ આભાર માનું છું. જેણે મને IPLમાં રમવાની તક આપી. કોલકાતા અને ચેન્નાઈની ટીમ પણ મારા માટે ખાસ છે. જેણે IPL દરમિયાન મારા પરિવારની ખૂબ કાળજી લીધી.
રોબિન ઉથપ્પાએ તેની કારકિર્દીની શરૂઆત 50 ઓવરના ફોર્મેટથી કરી હતી, તેણે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. ઉથપ્પાએ 15 એપ્રિલ 2006ના રોજ ઈંગ્લેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ઈન્દોરમાં પોતાની ડેબ્યૂ મેચમાં રોબિને ઓપનિંગ કરતી વખતે 86 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ઉથપ્પાએ ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ 14 જુલાઈ 2015ના રોજ ઝિમ્બાબ્વે માટે રમી હતી.
રોબિન ઉથપ્પાએ ભારત માટે 46 વન-ડે અને 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે ODIમાં 6 અડધી સદીની મદદથી 934 રન બનાવ્યા. જ્યારે ટી20માં તેણે 1 અડધી સદી સાથે 249 રન બનાવ્યા હતા. આ સિવાય ઉથપ્પાએ IPLમાં 205 મેચ રમી છે. જેમાં તેણે 27.51ની એવરેજ અને 130.55ની સ્ટ્રાઈક રેટથી 4952 રન બનાવ્યા હતા. તેણે IPLમાં 27 અર્ધસદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 88 રન રહ્યો છે.
2007 T20 વર્લ્ડ કપનો હિસ્સો હતા
ઉથપ્પા 2007માં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં હતા. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે આ વર્લ્ડ કપ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાન સામેની ટાઈ બાદ રોબિન બોલ્ડ આઉટ થયો હતો. પછી તેણે સેહવાગ અને હરભજન સાથે થ્રો કર્યો. જેના કારણે ટીમ ઈન્ડિયાને જીત મળી હતી.
Tags :
Advertisement

.