Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VUFIC : ગાંધીનગરમાં UPSC-GPSC ની તૈયારી માટે IAS-IPS એકેડમીનો શુભારંભ કરાયો

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનાં અભિયાન પર કામ કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં (gandhinagar) VUF IAS એકેડમીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સમાજના દીકરા અને દીકરીઓ IAS- IPS અને GPSC-UPSC અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકશે. રવિવારે VUFIC...
vufic   ગાંધીનગરમાં upsc gpsc ની તૈયારી માટે ias ips એકેડમીનો શુભારંભ કરાયો
Advertisement

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનાં અભિયાન પર કામ કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં (gandhinagar) VUF IAS એકેડમીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સમાજના દીકરા અને દીકરીઓ IAS- IPS અને GPSC-UPSC અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકશે. રવિવારે VUFIC (વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ) ની વિધિવત શરૂઆત ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલની (RP Patel) ઉપસ્થિતમાં VUFIC ને ખુલ્લું મુકાયું છે.

આ મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત

આ ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સરકારનાં પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમાર (Ashwinikumar), અતિથિ વિશેષ તરીકે IT કમિશનર સંજય પુંગલિયા, મોરબીનાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. VUFIC ના ઉદ્ધાટન ઉપરાંત UPSC પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

Advertisement

વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેવો અભિગમ

આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માહોલ વધુ અસરકારક બને અને ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ ઓફિસર બની શકે તે માટે ગુજરાતી વિદ્યાર્થીઓ UPSC ની પરીક્ષામાં વધુને વધુ ફોર્મ ભરી અને બેસે તે પ્રકારનું આહ્વાન કર્યું હતું. વધુમાં તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, એક ચોક્કસ દિશા નક્કી હોય ત્યારે તમે જે ચાહો તે હાંસલ કરી શકો છો. ઉપરાંત, વિધિવત ઉદ્ઘાટન કર્યા બાદ અશ્વિનીકુમાર (Ashwinikumar) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓ વધુને વધુ લાભ લે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. તથા તેમણે જણાવ્યું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા ખૂબ પાયાનું કામ કરી રહી છે.

Advertisement

UPSC પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું બહુમાન

વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

સાથોસાથ IT કમિશનર સંજય પુંગલિયાએ ( Sanjay Punglia) પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. પબ્લિક સર્વિસમાં સર્વિસ એટલે કે સેવાનું મહત્ત્વ શું છે ? તેના વિશે વિસ્તૃત માહિતી આપતા તેમણે ઓનેસ્ટી અને ઇન્ટેગ્રિટી બંને શબ્દોને સાચા અર્થમાં પરિભાષિત કર્યા હતા. ગીતાનાં શ્લોકનાં માધ્યમથી આજના યુવાનોને ઓનેસ્ટ ઓફિસર બનીને તમે વધુ સારી રીતે કાર્ય કરી શકો તે રીતનું માર્ગદર્શન આપ્યું.

વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે હાલમાં GPSC વર્ગ 1 અને 2 ની પરીક્ષા (જાહેરાત ક્રમાંક 47) માટે વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા VUFIC દ્વારા આપવામાં આવશે, જેનું રજિસ્ટ્રેશન (edu.vishvumiyafoundation.org/vufics/) પર કરી શકાશે. મહત્ત્વનું છે કે VUFICS સંસ્થાએ GPSC માં ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું, જેમાં 38 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું. ઉપરાંત Veterinary Officer Class-2 નાં મોક ઇન્ટરવ્યૂનું પણ આયોજન કર્યું હતું, જેમાં 16 ઉમેદવારોનું સિલેક્શન થયું છે. આવી જ રીતે આ સંસ્થા ભવિષ્યમાં વિદ્યાર્થીઓને એક દિશા આપતું રહે તે હેતુસર વિધિવત શરૂઆત થઈ ચૂકી છે.

અહેવાલ- સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો - VADODARA : જિલ્લામાં 26 – 28, જુન સુધી યોજાશે શાળા પ્રવેશોત્સવ

આ પણ વાંચો - GONDAL : ગંગોત્રી સ્કૂલ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

આ પણ વાંચો - Ahmedabad: ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનની અમદાવાદમાં મળી બેઠક

Tags :
Advertisement

.

×