Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસને મોટો ઝટકો, વરિષ્ઠ નેતા અશ્વિની કુમારે પક્ષ છોડ્યો

દેશમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. પંજાબમાં આગામી 20 ફેબ્રુઆરીએ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. UPA સરકારમાં કાયદા મંત્રી રહી ચૂકેલા અશ્વિની કુમારે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. કોંગ્રેસ સતત તૂટી રહી છે છેલ્લા બે વર્àª
કોંગ્રેસને મોટો ઝટકો  વરિષ્ઠ નેતા અશ્વિની કુમારે પક્ષ છોડ્યો

દેશમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. પંજાબમાં આગામી 20 ફેબ્રુઆરીએ વિધાનસભાની
સામાન્ય
ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. UPA સરકારમાં કાયદા મંત્રી રહી
ચૂકેલા અશ્વિની કુમારે કોંગ્રેસમાંથી રાજીનામું
ધરી દીધું છે.
તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે.

Advertisement


કોંગ્રેસ સતત તૂટી રહી
છે

Advertisement

છેલ્લા બે વર્ષમાં ઘણા દિગ્ગજ નેતાઓએ
કોંગ્રેસથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા
, જિતિન પ્રસાદ, આરપીએન સિંહ,
સુષ્મિતા દેવ, લુઇઝિન્હો ફાલેરો, અમરિન્દર સિંહે, પ્રિયંકા
ચતુર્વેદીનો સમાવેશ થાય છે.
ત્યારે
કોંગ્રેસના વધુ એક પીઢ નેતાએ કોંગ્રેસનો હાથ છોડતા કોંગ્રેસ વધુ નબળી પડી છે

 

Advertisement

સોનિયા ગાંધીની ગુડ બૂકમાં હતું નામ

અશ્વિની કુમારનું કોંગ્રેસમાંથી
રાજીનામું
એ કોંગ્રેસ માટે આઘાતજનક
ગણી શકાય છે
તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વફાદાર
હતા અને ચાર દાયકાથી વધુ સમયથી પક્ષ સાથે જોડાયેલા હતા.
G -23 નેતાઓએ ઓગસ્ટ 2020માં પક્ષમાં વ્યાપક ફેરફારોની માંગણી કરતો પત્ર લખ્યો ત્યારે અશ્વિનીકુમારે સોનિયા ગાંધીનો બચાવ
કર્યો હતો.


ચાર દાયકાથી વધુ રાજકીય કારકિર્દી

અશ્વિની કુમાર વર્ષ 1976માં કોંગ્રેસમાં
જોડાયા હતા. તેઓ ગુરદાસપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત સચિવ હતા. એક દાયકા
પછી
, તેમની રાજ્ય કોંગ્રેસમાં કાર્યકારી તરીકે નિમણૂક કરવામાં આવી. તેઓ
સૌપ્રથમ 1990 માં ચર્ચામાં આવ્યા જ્યારે ચંદ્રશેખર સરકારે તેમને ભારતના
એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

 

અશ્વિની કુમાર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
તેમના સ્વર્ગસ્થ પિતા પ્રબોધ ચંદ્ર સ્વાતંત્ર્ય સેનાની અને ગુરદાસપુરના કોંગ્રેસના
નેતા હતા
, તેઓ પંજાબ
વિધાનસભામાં ધારાસભ્ય
, મંત્રી
અને સ્પીકર બન્યા હતા. અશ્વિની કુમાર 2002 થી 2016 સુધી રાજ્યસભાના સાંસદ હતા. તેઓ
યુપીએ-1 અને યુપીએ-2માં મંત્રી
પણ રહી ચૂક્યા છે

Tags :
Advertisement

.