Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવા વર્ષને ધ્યાને રાખી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર

અહેવાલ - રિતેશ પટેલ 31મી ડિસેમ્બર અને નવા વર્ષને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન ગળી કાઢવામાં આવ્યો છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લાને અડીને આવેલા નાનકડા સંઘ પ્રદેશ દમણ અને...
નવા વર્ષને ધ્યાને રાખી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર

અહેવાલ - રિતેશ પટેલ

Advertisement

31મી ડિસેમ્બર અને નવા વર્ષને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન ગળી કાઢવામાં આવ્યો છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લાને અડીને આવેલા નાનકડા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તેમજ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર માં દારૂની છૂટ છે ત્યારે દારૂની છૂટ ધરાવતા આ પ્રદેશોમાં મોટી સંખ્યામાં લોકો 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે જતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લાને અડીને આવેલા અને દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદો પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં દિવસ અને રાત એમ 24 કલાક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. આથી 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી મા ખાવા પીવાના શોખીનો દારૂની છૂટ ધરાવતા આ પ્રદેશોમાં જઈ અને ખાવા પીવાની પાર્ટી માણી અને નશા ની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરે છે. આવા સમયે અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે દારૂનો નશો કરીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને પાઠ ભણાવવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Advertisement

દારૂની છૂટ ધરાવતા આ પ્રદેશો માંથી બુટલેગરો અવનવા તરકીબો અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરે છે જેને ધ્યાને રાખીને 31મી ડિસેમ્બર અને નવા વર્ષ દરમિયાન રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા માટે દારૂની છૂટ ધરાવતા આ પ્રદેશોની સરહદો પર વલસાડ જિલ્લાની પોલીસ એલર્ટ પર મોડ પર છે. આ પ્રદેશોમાંથી આવતા તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે.

દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તરફથી વલસાડ જિલ્લામાં પ્રવેશતા માર્ગો પર કુલ 18 કાયમી ચેકપોસ્ટો છે. જ્યાં આખું વર્ષ પોલીસ ટીમો તૈનાત રહે છે. જોકે 31મી ડિસેમ્બર અને નવા વર્ષને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અન્ય 20 જેટલી હંગામી છે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે જ્યા કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સાથેજ અંતરીયાલ વિસ્તારો માં પણ નાના અને મોટા તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આમ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31મી ડિસેમ્બર અને નવા વર્ષ ને ધ્યાને રાખીને 35 થી વધુ ચેકપોસ્ટો પર 24 કલાક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

સાથેજ ગેરકાયદેસર રીતે થતી દારૂની મહેફિલો પર પણ રોક લગાવવા વલસાડ જિલ્લા પોલીસ સતર્ક છે. પોલીસ દ્વારા વલસાડ જિલ્લામાં આવેલા પાર્ટી પ્લોટ, હોટેલો, બંધ મકાનો, બંધ ગોડાઉનો સાથેજ બંધ કંપનીઓમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને જો કોઈ ગેરકાયદેસર દારૂની મહેફિલ માનતા જડપાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે દારૂની છૂટ ધરાવતા આ તમામ પ્રદેશોમાં દર વર્ષે મોટી સંખ્યામાં પાર્ટીના શોખીનો જતા હોય છે જોકે ત્યાં દારૂનો નશો કરી અને નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે. ત્યારે આવા લોકોને પકડી અને તેમના વિરુદ્ધ પોલીસ દ્વાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ગયા વર્ષની વાત કરીએ તો 31મી ડિસેમ્બર અને નવા વર્ષના દિવસો દરમિયાન વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મળી 2000થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 35 થી વધુ ચેકપોસ્ટો પર રાત દિવસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આથી જો આપ પણ ખાવા પીવાની પાર્ટી માટે દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી કે પછી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જઈ રહ્યા હોવ અને જો નશો કરી અને ગુજરાતમાં પ્રવેશશો તો આ વખતે ખેર નથી. વલસાડ જિલ્લા પોલીસ તમામ સરહદો પર જ કાયદાનો પાઠ ભણાવવા તૈનાત છે.

આ પણ વાંચો - ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે, જિલ્લાને અર્પણ કરાઇ વિવિધ વિકાસ કામોની ભેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.