VADODARA : હરણી બોટકાંડ બાદ નૌકાવિહારને લઇ નિયમોમાં મોટા ફેરફારની તૈયારી
VADODARA : વડોદરા (VADODARA) ના હરણી બોટકાંડ (HARNI BOAT ACCIDENT) બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડટ અને વાહન વ્યવહાર દ્વારા તાજેતરમાં નૌકાવિહારને લઇને નવા નિયમો અંગેનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવે 12...
VADODARA : વડોદરા (VADODARA) ના હરણી બોટકાંડ (HARNI BOAT ACCIDENT) બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડટ અને વાહન વ્યવહાર દ્વારા તાજેતરમાં નૌકાવિહારને લઇને નવા નિયમો અંગેનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવે 12 વર્ષથી નાના બાળકો માટે નૌકાવિહારની મંજૂરી લેવી પડશે. પૂર્વ મંજૂરી બાદ જ તેમને નૌકાવિહાર માટે લઇ જવાશે. આ સાથે જ અનેક નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું પડશે. આમ, કડક નિયમોની જાહેરાત હરણી બોટકાંડ જેવી ઘટનાઓ અટકાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નૌકાવિહારની પૂર્વ મંજૂરી લેવી પડશે
વડોદરાના હરણી બોટકાંડમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડ અને વાહન વ્યવહાર દ્વારા નૌકાવિહારને લઇને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, હવે 12 વર્ષથી નાના બાળકો માટે નૌકાવિહારની પૂર્વ મંજૂરી લેવી પડશે. આ પૂર્વ મંજૂરી જિલ્લા કલેક્ટર કે પોલીસ વડા પાસેથી મેળવવાની રહેશે. બોટના રજીસ્ટ્રેશન સાથે સાધનોની ચકાસણી હશે તેની મંજૂરી જરૂરી કરવામાં આવી છે. આ સાથે જ સરકાર માન્ય સંસ્થા પાસેથી તાલીમ મેળવેલા નાવિક જ બોટ ચલાવી શકશે.
નિયમોનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો
વધુમાં પ્રાપ્ત જાણકારી અનુસાર, નદી, તળાવ, દરિયામાં મંનોરંજન માટે સાત સ્તરની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે. બંદર વિભાગ દ્વારા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં વાંધા સુચનો આવ્યા બાદ સરકાર તરફથી આખરી મંજૂરી મળશે. અને ત્યાર બાદ તેને લાગુ કરાવવામાં આવશે. સરકારના વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલો ડ્રાફ્ટ હરણી બોટકાંડ જેવી ઘટનાઓ અટકાવવા માટે તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ડ્રાફ્ટ સત્વરે મંજૂર લઇને લાગુ કરવામાં આવે તેવી લોકચર્ચા છે.
આ પણ વાંચો -- VADODARA : રીંછે આધેડનું મોઢું ફાડી ખાધું
Advertisement