Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ દેશની મહિલાઓએ લગ્ન પહેલા વર્જિનિટી ટેસ્ટ આપવો પડે છે

પરંપરાઓના નામે મહિલાઓનું Virginity Test કરવામાં આવે China ના પૂર્વ પ્રાંત જિયાંગશીમાં મહિલાઓ આ પ્રથાનો શિકાર આ પ્રથા પર ઘણી જગ્યાએ પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે China Virginity Test: એક તરફ જ્યાં લોકો ચાંદ પર માનવ જીવનને શક્ય બનાવવા માટે...
આ દેશની મહિલાઓએ લગ્ન પહેલા વર્જિનિટી ટેસ્ટ આપવો પડે છે
  • પરંપરાઓના નામે મહિલાઓનું Virginity Test કરવામાં આવે

  • China ના પૂર્વ પ્રાંત જિયાંગશીમાં મહિલાઓ આ પ્રથાનો શિકાર

  • આ પ્રથા પર ઘણી જગ્યાએ પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે

China Virginity Test: એક તરફ જ્યાં લોકો ચાંદ પર માનવ જીવનને શક્ય બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ આજે પણ લોકો કુરિવાજોઓની પ્રથાને વળગીને રહેલા છે. તેની ઉત્તમ ઉદાહરણ છે કે, આજે પણ મહિલાઓને અનેક પ્રકારના વિવિધ કુરિવાજોનું પાલન કરવા માટે કહેવામાં આવે છે. તે ઉપરાંત તાજેતરમાં જ ઈરાકની અંદર એક ઈસ્લામિક પાર્ટી દ્વારા છોકરીઓની ઉંમર 15 વર્ષથી ઘટાડાની 9 વર્ષની કરવાની માગ કરવામાં આવી છે. એટલે કે... બાળકોનીઓના બાળ લગ્નની માગ કરવામાં આવી છે.

Advertisement

પરંપરાઓના નામે મહિલાઓનું Virginity Test કરવામાં આવે

ભારતના રાજસ્થાનમાં એક કુરિવાજ ચાલે છે. જેના અંતર્ગત કુકડી પ્રથા અંતર્ગત મહિલાઓને લગ્ન પછી પોતાની શારીરિક પવિત્રતા વિશે સબૂત આપવા પડે છે. આ પરંપરાની આડમાં મહિલાઓનું Virginity Test કરવામાં આવે છે. અનેક લોકોએ આ પ્રથા પર વિવાદ ઉભા કર્યા છે. કારણ કે... આ પરંપરાઓના નામે મહિલાઓ સાથે ખરાબ કૃત્ય કરવામાં આવે છે. પરંતુ આવી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ China માં પણ જોવા મળે છે.

આ પણ વાંચો: કુલ 56 પ્રાણી સાથે વર્ષો સુધી આ વ્યક્તિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો રહ્યો

Advertisement

China ના પૂર્વ પ્રાંત જિયાંગશીમાં મહિલાઓ આ પ્રથાનો શિકાર

જોકે ઘણા એવા દેશો છે જ્યાં આ પ્રથાના નામે મહિલાઓનું અપમાન થાય છે. પણ તે મહિલાઓને અવાજ નીકળતો નથી. એક આંતરાષ્ટ્રીય અહેવાલ અનુસાર, China ના ઘણા વિસ્તારોમાં આ પ્રથા ચાલુ છે. China ના પૂર્વ પ્રાંત જિયાંગશીમાં ઘણી મહિલાઓ આ પ્રથાનો શિકાર બની છે. તાજેતરનો મામલો સુઇચુઆન કાઉન્ટીમાં સામે આવ્યો છે. અહીં, લગ્ન પછી જ્યારે એક દુલ્હન તેના સાસરે પહોંચી હતી. ત્યારે તેને ડોલી પરથી નીચે ઉતર્યા પછી લાંબા સમય સુધી ખુલ્લા પગે જમીનને સ્પર્શ કરવામાં આવ્યો ન હતો. કન્યાને 5 કલાક સુધી ખુલ્લા પગે ટેકો આપીને ટોપલીમાં બેસાડી રાખવામાં આવી હતી.

Advertisement

આ પ્રથા પર ઘણી જગ્યાએ પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે

આ દરમિયાન દુલ્હનને એ રીતે બેસવું પડે છે કે, તેના પગ જમીનને સ્પર્શે નહીં. એવું માનવામાં આવે છે કે આ વિધિ પછી, કન્યા દ્વારા કરવામાં આવેલા બધા કામ સારા થઈ જાય છે. જ્યાં સુધી તે ધાર્મિક વિધિ પૂરી ન કરે ત્યાં સુધી કન્યાને તેના સાસરિયાના ઘરમાં પ્રવેશવાની મંજૂરી નથી. એવું માનવામાં આવે છે કે આ ધાર્મિક વિધિ પછી સ્ત્રી તેના સાસરિયાઓ માટે ભાગ્યશાળી બને છે. તેને વર્જિનિટી ટેસ્ટનો એક પ્રકાર માનવામાં આવે છે. સરકાર દ્વારા આ પ્રથા પર ઘણી જગ્યાએ પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે. China માં આવી બીજી ઘણી પરંપરાઓ છે. જેના કારણે દર વર્ષે હજારો કેસ નોંધાય છે.

આ પણ વાંચો: સુહાગરાતને વધુ રંગીન-યાદગાર બનાવવા વર-વધૂ ખાય છે આ કિંમતી પાન

Tags :
Advertisement

.