Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tractor Accident: મિત્રતામાં મોતના ખેલની શર્ત લાગાવી બે મિત્રોએ, જુઓ વિડીઓમાં શુ થયું....

Tractor Accident: આપણે જોઈએ છીએ કે અનેકવાર મિત્રો મજાક-મસ્તીની અંદર જાન જોખમમાં મૂકાઈ જાય તેવી શરતો લગાવી નાખે છે. ત્યારે આ કિસ્સાઓમાં અનેકવાર કોઈ વ્યક્તિ જીવ પણ ગૂમાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી સામે...
tractor accident  મિત્રતામાં મોતના ખેલની શર્ત લાગાવી બે મિત્રોએ  જુઓ વિડીઓમાં શુ થયું

Tractor Accident: આપણે જોઈએ છીએ કે અનેકવાર મિત્રો મજાક-મસ્તીની અંદર જાન જોખમમાં મૂકાઈ જાય તેવી શરતો લગાવી નાખે છે. ત્યારે આ કિસ્સાઓમાં અનેકવાર કોઈ વ્યક્તિ જીવ પણ ગૂમાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી સામે આવી છે.

Advertisement

  • શરતની અંદર બંને વ્યક્તિ Tractor ની તાકાત બતાવવાના હતાં

  • એક વ્યક્તિનું Tractor પલટી ખાઈને ઉધું થઈ જાય છે

  • હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડૉક્ટર નીરજને મૃતક જાહેર કર્યો

ત્યારે આ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ઈટાંજામાં બે વ્યક્તિઓ વચ્ચે એક શરત લાગી હતી. તો આ શરતમાં એક વ્યક્તિની ઘટનાસ્થળ પર ભયાવહ રીતે મોત થઈ હતી. જોકે આ ઘટના 22 જૂનના રોજ ઈટાંજામાં ઘટી હતી. તો ઈટાંજાના એક મેદાનમાં નીરજ અને જોગેન્દ્ર નામના બે વ્યક્તિઓ વચ્ચે Tractor ને લઈ શરત લાગી હતી. આ શરતની અંદર બંને વ્યક્તિ Tractor ની તાકાત બતાવવાના હતાં.

એક વ્યક્તિનું Tractor પલટી ખાઈને ઉધું થઈ જાય છે

Advertisement

તો શરત પ્રમાણે બંને Tractor ની વચ્ચે એક લોખંડની સાંકળ બાંધી દેવામાં આવી હતી. આ સાંકળને કારણે બંને વ્યક્તિઓના Tractor એકબીજાથી અલગ થઈ શકે તેમ ન હતાં. ત્યારે શર્ત પ્રમામણે બંને વ્યક્તિ પોતાના Tractor દ્વારા અન્ય વ્યક્તિના Tractor ને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. જ્યારે બંને વ્યક્તિઓ પોતાના Tractor ની ઝડપમાં વધારો કરે છે. ત્યારે એક અકસ્માતનું નિર્માણ થાય છે. જોકે Tractor લોખંડની સાંકળથી બંધાયેલા હોવાથી એક વ્યક્તિનું Tractor પલટી ખાઈને ઉધું થઈ જાય છે.

હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડૉક્ટર નીરજને મૃતક જાહેર કર્યો

જોકે આ વ્યક્તિનું Tractor પલટી ખાઈ જતા Tractor નો ડ્રાઈવર નીચે ફંસાઈ જાય છે. ત્યારે ભારે જેહમત બાદ લોકો વ્યક્તિને બહાર નીકાળે છે. તો આ વ્યક્તિ નીરજ હોય છે. તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવે છે. પરંતુ હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડૉક્ટર નીરજને મૃતક જાહેર કરે છે. તો આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે. તે ઉપરાંત પોલીસે આ શર્ત લગાવવામાં કેટલા લોકો હતાં, કોણ-કોણ ઘટનાસ્થળ પર હાજર હતું. તે ઉપરાંત આવા સ્ટંટ હજુ બીજે ક્યા થાય છે. તેની તજવીજ શરુ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Jammu & Kashmir : આતંકીઓનો ઘૂસણખોરીનો ઇરાદો નાકામ, સેનાના જવાનોએ બે આતંકી ઠાર કર્યા

Tags :
Advertisement

.