TPO Manoj Sagathia : વૈભવી ફાર્મ હાઉસ, 3-3 પેટ્રોલ પંપ અને હવે કરોડો રૂપિયાની જમીન!
રાજકોટ અગ્નિકાંડ (Rajkot TRP fire incident) મામલે રાજકોટ મહાનગરપાલિકામાં TPO તરીકે ફરજ બજાવતા મનોજ સાગઠિયાના (TPO Manoj Sagathia) ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો ગુજરાત ફર્સ્ટ દર્શકો સમક્ષ લઈને આવ્યું છે. RMC માં TPO ની નોકરી કરતા એમ.ડી. સાગઠિયાની કરોડોની મિલકત પરથી પર્દાફાશ થયો છે. TPO સાગઠિયા પાસે કરોડોના ફાર્મ હાઉસ, 3-3 પેટ્રોલ પંપ બાદ હવે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે (Porbandar National Highway) પર ચોરડી નજીક કરોડોની કિંમતની જમીન હોવાનો ખુલાસો થયો છે.
ચોરડી નજીક કરોડોની જમીન જોવાનો ખુલાસો
જણાવી દઈએ કે, રાજકોટ અગ્નિકાંડ મામલે RMC માં TPO મનોજ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે TPO સાગઠિયાની મિલકતને લઈ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ગઈકાલે ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) વિરપુર ખાતે આવેલા મનોજ સાગઠિયાના કરોડોની કિંમત ધરાવતા ફાર્મ હાઉસ (farm house) પર પહોંચ્યું હતું. આ ફાર્મ ખૂબ જ ભવ્ય અને દરેક સુવિધાથી સજજ છે. ઉપરાંત, મનોજ સાગઠિયા પાસે 3-3 પેટ્રોલ પંપ (petrol pump) પણ છે. ત્યારે હવે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે ચોરડી નજીક કરોડોની કિંમતની જમીન જોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.
Big Breaking: અગ્નિકાંડમાં વધુ એક મોટો ખુલાસો, ભ્રષ્ટાચારનો જોઈલો આ છે બોલતો પુરાવો https://t.co/JTJkyaqKRP
— Gujarat First (@GujaratFirst) May 30, 2024
TPO સાગઠિયા પાસે કરોડોની મિલકત
પ્રાપ્ત માહિતી મુજબ, ચોરડી નજીક સર્વે નં 243 માં આ જમીન આવેલી છે. RMC માં TPO મનોજ સાગઠિયા (TPO Manoj Sagathia) કે જેમનો પગાર રૂ. 70-75 હજાર છે, તેની પાસે કરોડોની પ્રોપર્ટી હોવાના ખુલાસાએ ચકચાર મચાવી દીધી છે. ત્યારે સવાલ થાય છે કે 70-75 હજારના પગારદાર પાસે આટલી મિલકત કયાંથી આવી તે તપાસનો વિષય છે. એસીબી દ્વારા TPO સાગઠિયાની પૂછપરછ બાદ અનેક જગ્યાએ પર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ACB ની તપાસમાં અનેક મિલકતોનું લીસ્ટ બહાર આવી શકે છે.
આ પણ વાંચો - Rajkot TRP Gamezone : દૂર્ઘટનાના 27 મૃતકની DNAના આધારે ઓળખ કરાઇ
આ પણ વાંચો - અગ્નિકાંડ અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર, SITએ કર્યા 3 મહત્વના અવલોકન
આ પણ વાંચો - Amreli: તપાસે ખોલી તંત્રની પોલ, એક પણ સરકારી કચેરીઓમાં નથી ફાયર સેફ્ટીની સુવિધા