Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ ઉતરાયણમાં સુરતી લાલાઓએ પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે

આ ઉત્તરાયણ મોંઘી પડશે,પતંગ બનાવવા માટેની લાકડી, કાગળ મોંઘા થતા મજૂરી વધી હોવાને કારણે પતંગરસિયાઓનો ખર્ચ વધશે,પતંગના ભાવમાં ૧૫ ટકાનો વધારો થયો છે.જ્યારે પતંગના દોરામાં નહિવત વધારો,તેમ છતાં ઘસામણી મોંઘી થતા સીધી અસર થશે.જો કે બોબીનમાં 5 ટકા જેવો ઘટાડો...
આ ઉતરાયણમાં સુરતી લાલાઓએ પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે
આ ઉત્તરાયણ મોંઘી પડશે,પતંગ બનાવવા માટેની લાકડી, કાગળ મોંઘા થતા મજૂરી વધી હોવાને કારણે પતંગરસિયાઓનો ખર્ચ વધશે,પતંગના ભાવમાં ૧૫ ટકાનો વધારો થયો છે.જ્યારે પતંગના દોરામાં નહિવત વધારો,તેમ છતાં ઘસામણી મોંઘી થતા સીધી અસર થશે.જો કે બોબીનમાં 5 ટકા જેવો ઘટાડો પણ નોંધાયો છે.ગત વર્ષે ૧૦૦ નંગ પતંગના ૩૦૦થી ૫૦૦ રૂપિયા હતા. તે સામે હવે આ વર્ષે ૧૦૦ નંગદીઠ 30 થી ૫૦ રૂપિયાનો વધારો થયો છે.
આ ઉતરાયણ સુરતી લાલાઓને મોંઘી પડશે, ઉતરાયણમાં મન મૂકીને પતંગ ચગાવતા આકાશને રંગબેરંગી કરતા સુરતી લાલાઓને પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે,હાલ ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.બજારોમાં અવનવા રંગેબેરાંગી પતંગો જોવા મળી રહ્યા છે. જો કે,આ વખતે પતંગના ભાવમાં ગત જ વર્ષની સરખામણીએ ૧૫ ટકા વધારો થતાં પતંગરસિયાઓના માનીતા પર્વ એવા ઉત્તરાયલમાં ભાવ વધારો ઝીંકાતા ખરીદી ઉપર પણ અસર પડશે,આ અંગે પતંગ બજારમાં ત્રણ પીધીથી પતંગનું વેચાણ કરતા ગણીશિયમ ભાઈ છત્રીવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક પર્વોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે અનુભવથી કહી શકાય છે કે પતંગમાં ભાવવધારો થવા છતાં સુરતીલાલઓ ઉતરાયણ પર્વની ઉજવણીમાં કોઇ કચાશ બાકી રાખશે નહિ તેમ છતાં આ વર્ષે લાકડી, કાપડ, પેટ્રી પોડક્ટ, સ્ટીલ બે સહિતનું મટીરિયલ મોઘું થતા અને મજૂરી ખર્ચ વધતાં પતંગ, દોરાની ખરીદી મોઘી સાબિત થશે. ગત વર્ષે ૧૦૦ નંગ પતંગના ૩૦૦થી ૫૦૦ રૂપિયા હતા. તે સામે હવે આ વર્ષે ૧૦૦ નંગડીઠ ૩૦થી ૫૦ રૂપિયાનો વધારો થતા એજ વસ્તુ 340 થી 350 અને 550 સુધીના ભાવમાં પડશે
હાલ પતંગ બજારમાં હલચલ દેખાઇ રહી છે.પરંતુ ગત વર્ષે બોબીનમાં ભાવવધારા બાદ હવે નહિવત અસર હોવાનું બોબીન વેપારીઓ જણાવી રહ્યા છે.પતંગના દોરાનુ ૫ હજાર વારનું બોબીન ૩૫૦થી ૫૦૦ રૂપિયા સુધીમાં મળી રહ્યું છે. ગત વર્ષે એક મહિનામાં જ બોબીનના ભાવમાં બે વખત વધારો નોંધાયો હતો. કોટનના દોરાના ભાવ વધવાની સાથે પતંગનો દોરો મોંઘો થયો હતો. જો કે આ વર્ષે પણ જથ્થાબંધ ખરીદી થોડે ઘણે અસર કરશે પરંતુ 5 થી 7 રૂપિયા ઘટાડો બોબીનમાં થયો છે. તેમ છતા ઘરાકી ન તુટે અને ખરીદી પર અસર ન થાય તે માટે અનેક વેપારીઓએ ગત વર્ષ જેટલા ભાવ જાળવી રાખ્યા છે. જોકે, અગાઉ ૧૫૦થી ૨૦૦ રૂપિયામાં ૫ હજાર વાર દોરાની ધસામણી થતી હતી. તે સામે હવે મજૂરી સહિતના કારણોસર તે વધીને ૨૦૦થી ૩૦૦ રૂપિયા પર પહોંચી છે.
આમ તો સુરતનું રાંદેર અને ડબગરવાડનું પતંગ બજાર રાજ્ય અને દેશભરમાં વખણાય છે. વર્ષો પહેલા અન્ય શહેર અને રાજ્યના લોકો સુરત આવીને પતંગ, દોરાની ખરીદી કરતા હતા. દિવાળી બાદ પતંગ ખરીદવા લોકોની ભીડથી બજાર ભરચક થઈ જાય છે.આ અંગે એક ગ્રાહક જણાવે છે કે પતંગ બજારની ખરીદી હવે ગણતરીના દિવસ પૂરતી સીમિત છે,વલસાડ,નવસારી સહિતના સ્થળો થી એક ખરીદી કરવા મિત્રો સાથે પતંગ બજાર આવી અવનવા પતંગ ની ખરીદી કરીએ છીએ,આ વખતે પતંગમાં ભાવ વધારો થયો છે.પરંતુ સુરતીલાલા કહો કે પતંગ રશિયા ભાવ વધારો હોય કે ન હોય તહેવાર ધામધૂમ થી ઉજવવા કોઈ કસર બાકી નહીં રાખશે
સુરતનું પતંગ બજાર મહિના પહેલા થી જ ધમધમવા માંડતું હતું. જોકે,  સામે હવે વિવિધ પરિબળોને કારણે પતંગ બજારની ખરીદી હવે ગણતરીના દિવસ પુરતી જ રહી હોવાને કારણે સ્થાનિક ધરાકી નીકળવાની આશા સેવી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.