Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Superstar Rajinikanth ના આલીશાન ઘરમાં ઘૂંટણસમા પાણી ઘૂસ્યા

Rajnikanth ના ઘરની આગળ પાણીના તળાવ જેવી સ્થિતિ ટ્રેન, ફ્લાઇટ અને બસ સેવાઓ રદ અથવા ડાયવર્ટ કરાઈ કુલ 219 ડિઝાસ્ટર ટીમ અને બોટ તૈનાત કરવામાં આવી Superstar Rajinikanth House : હાલમાં, દક્ષિણ ભારત મેઘ કહેરનો સામનો કરી રહ્યું છે....
superstar rajinikanth ના આલીશાન ઘરમાં ઘૂંટણસમા પાણી ઘૂસ્યા
  • Rajnikanth ના ઘરની આગળ પાણીના તળાવ જેવી સ્થિતિ
  • ટ્રેન, ફ્લાઇટ અને બસ સેવાઓ રદ અથવા ડાયવર્ટ કરાઈ
  • કુલ 219 ડિઝાસ્ટર ટીમ અને બોટ તૈનાત કરવામાં આવી

Superstar Rajinikanth House : હાલમાં, દક્ષિણ ભારત મેઘ કહેરનો સામનો કરી રહ્યું છે. તેના કારણે સૌથી વધુ Rainfall એ Tamil Nadu માં જોવા મળી સહ્યો છે. તે ઉપરાંત Tamil Nadu ની રાજધાની Chennai માં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરમાં પાણી ધૂસ્યા છે. તેની સાથે જાહેર સ્થળો ઉપર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ Chennai અને તેની આસપાસના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેના કારણે સંપૂર્ણપણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. તેથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

Advertisement

Rajnikanth ના ઘરની આગળ પાણીના તળાવ જેવી સ્થિતિ

Chennai માં ભારે Rainfall ને કારણે જાહેર રસ્તાઓ ઉપર તળાવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ Chennai માં આવેલા સુપરસ્ટાર Rajnikanth ના ઘરમાં પણ પાણી ધૂસી આવ્યું છે. તો આ ભારે Rainfall થી જે પાણી ભરયા છે, તેનો સામનો થલાઈવાને પણ કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત રજનીકાતંના ઘરના અનેક વીડિયો સોશયિલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, Rajnikanth ના ઘરની આગળ પાણીના તળાવ જેવી સ્થિતિ છે.

આ પણ વાંચો: Tamil nadu માં પડી રહ્યો છે અવિરત વરસાદ, ઘણા વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમા પાણી

Advertisement

ટ્રેન, ફ્લાઇટ અને બસ સેવાઓ રદ અથવા ડાયવર્ટ કરાઈ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે, Rajnikanth ની ઘરની આગળ આવેલો પરિસર પાણીમાં ડૂબી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવોસમાં પણ દક્ષિણ ભારતમાં ભારે Rainfall ની આગાહી કરી છે. તેના અંતર્ગત Chennai અને આસપાસના જિલ્લાઓને અસર કરશે. તો ખરાબ હવામાનને કારણે ઘણી ટ્રેન, ફ્લાઇટ અને બસ સેવાઓ રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. Tamil Nadu સરકારે તમામ જાહેર સંચાલનોમાં જાહેર રજા જાહેર કરી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને એલર્ટ કરી છે.

Advertisement

કુલ 219 ડિઝાસ્ટર ટીમ અને બોટ તૈનાત કરવામાં આવી

Tamil Nadu સરકારે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. તેની સાથે આવશ્યક સેવાઓ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. Chennai અને અન્ય જિલ્લાઓમાં કુલ 219 ડિઝાસ્ટર ટીમ અને બોટ તૈનાત કરવામાં આવી છે. IMD એ 16 ઓક્ટોબરે તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ અને Chennai સહિત Tamil Nadu ના ભાગોમાં ભારેથી અતિ ભારે Rainfall ની આગાહી કરી છે. શહેરના વિવિધ ભાગોમાં ભારે પૂરને કારણે રેલ્વે સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેમાં Chennai-સેન્ટ્રલ-મૈસુર-કાવેરી એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના, શાળા-કોલેજો બંધ; આ રાજ્યમાં Red Alert

Tags :
Advertisement

.